
રાજેશ વસાવે :- દાહોદ
*કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સ્માર્ટ સીટી અંતર્ગત બેઠક યોજાઈ*
*સ્માર્ટ સિટી સંબંધિત કામોની સમયસર પૂર્તિ કરવા અપાઈ સુચના*
દાહોદ તા. ૫
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સ્માર્ટ સીટીને ધ્યાને રાખીને બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સ્માર્ટ સિટી સંબંધિત બાકી રહેલ કામોની સમયસર પૂર્તિ કરવા અપાઈ સુચના આપવામાં આવી હતી.
આ દરમ્યાન સ્માર્ટ સીટી હેઠળ આવતા તમામ કામોની વિગત સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા પીપીટી થકી રજુ કરવામાં આવી હતી. જેમાં ટ્રાયબલ મ્યુઝીયમ, નગરપાલિકા બિલ્ડીંગ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, તાલુકા કુમાર અને કન્યા શાળા, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેમજ રોડ જેવી બાબતો અંગે ચર્ચા કરીને બાકી રહેલ કામો અંગેની સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ, દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી યશપાલસિંહ વાઘેલા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦