Saturday, 12/07/2025
Dark Mode

*પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા હોય અને ફાર્મર રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા ખેડૂતોએ રજીસ્ટ્રેશન (ખેડૂત નોંધણી) કરાવી લેવી* *ખેડૂતોએ ૧૦ જુલાઈ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવું*

July 5, 2025
        448
*પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા હોય અને ફાર્મર રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા ખેડૂતોએ રજીસ્ટ્રેશન (ખેડૂત નોંધણી) કરાવી લેવી*  *ખેડૂતોએ ૧૦ જુલાઈ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવું*

રાજેશ વસાવે :- દાહોદ 

*પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા હોય અને ફાર્મર રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા ખેડૂતોએ રજીસ્ટ્રેશન (ખેડૂત નોંધણી) કરાવી લેવી*

*ખેડૂતોએ ૧૦ જુલાઈ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવું*

દાહોદ તા. ૫

દાહોદ જિલ્લાના ખેડુતોને જણાવવાનું કે, કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે, જેમાં તમામ ખેડુત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.

હાલમાં પી.એમ. કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આમ, દાહોદ જિલ્લામાં પી.એમ. કિસાનનો લાભ લેતા ૨.૬૦ લાખ માંથી અત્યાર સુધી ૧.૭૪ લાખ ખેડુતોએ નોંધણી કરાવી છે. 

નોંધણી કર્યા સિવાયના ખેડુતો ૧૦ મી જુલાઈ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી નહી કરાવે તો આગામી મહિને પી.એમ.કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે. આગામી ૧૦ મી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન નહી કરાવનાર ૩૩ ટકા ખેડુતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહી મળી શકે. 

સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવા અગાઉ અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. 

પરંતુ હજી પણ ઘણા ખેડુતોનું રજીસ્ટ્રેશન બાકી રહી ગયું છે. હાલમાં ફાર્મર રજીસ્ટ્રેશનનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જીલ્લાના તમામ ખેડુતોને સરળ, પારદર્શક, અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે.

આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે તેમજ કૃષિ સેવાઓ જેવી કે, કૃષિ ધિરાણ, ટેકાના ભાવો ખરીદી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભખેડુતોને ઝડપથી પહોંચાડવા માટેનો છે.

હાલમાં દાહોદ જિલ્લામાં ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) અંતર્ગત કેમ્પ યોજવામાં આવી રહેલ છે, જેમાં ખેડુતોએ આધાર કાર્ડ, જમીનના ઉતારાની નકલ-૮ અ તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઈલ નંબર સાથે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે.

આથી આ કેમ્પ દરમિયાન ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકશે. વધુમાં બહારગામ રહેતા ખેડૂતોએ https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/. વેબ સાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઈ પણ નજીકના સી.એસ.સી. (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે.

આ માટે તમામ ખેડુતોએ આધાર કાર્ડ, જમીનના ઉતારાની નકલ-૮ અ તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઈલ નંબર સાથે રાખવો ખાસ જરૂરી છે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવાયું છે.

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!