
સંજેલી મહેન્દ્ર ચારેલ..
સંજેલી તાલુકાના ઠેડીયા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે SDM ની અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ..
મોબાઈલ નેટવર્ક, લાઈટ અને સરકારી દવાખાનુ અને વિકાસના કામોની ગ્રામજનોની ધારદાર રજૂઆત કરાઈ..
સંજેલી તા. ૫
સંજેલી તાલુકાના ઠેડીયા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે પ્રાંત અધિકારી ભાટિયા સાહેબની અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ હતી.જેમાં ગ્રામજનો દ્વારા ધારધાર રજૂઆત કરવામાં આવી હતી જેમા લાઈટ, મોબાઇલ ટાવર નેટવર્ક,વિકાસના કામો સહિતની અલગ અલગ ગ્રામજનોની રજૂઆત કરાઈ..
સંજેલી તાલુકાના ઠેડીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં 3000 જેટલી વસ્તી ધરાવતું ઠેડીયા ગામ જે 5 ગામોનો સમાવેશ થાય છે જેમાં ઠેડીયા,ઠેડીયા નોનળો,કડવાના પડ, વાણીયાઘાટી, ગાલાના પડ જેવા પ ગામનો સમાવેશ થાય છે.. હાલના યુગમાં ડિજિટલ સિસ્ટમ ઓનલાઇન અને ઇન્ટરનેટ ના જમાનામાં પણ આ ગામમાં સુવિધા ન હોવાની લોકોની પ્રાંત અધિકારીની સમક્ષ ગ્રામજનોએ રજૂઆત કરી કે ગામમાં મોબાઈલ નેટવર્ક નો પ્રોબ્લેમ છે તો ટાવર ઊભો કરવામા આવે તેમ લાઈટ અને સરકારી હોસ્પિટલ, વિકાસના કામો જેવી અલગ અલગ ગ્રામજનો દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવા માટે SDM સમક્ષ નગરજનોએ રજૂઆત કરી હતી..આ રાત્રી સભામાં તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોર, icds વિભાગના ધરાબેન, નાયબ મામલતદાર, આરોગ્ય વિભાગ ના કર્મચારી,તલાટી,સરપંચ,આંગણવાડી વર્કર અને ખેતીવાડી અધિકારીના અલગ અલગ વિભાગના કર્મચારી સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રાત્રી સભા યોજી હતી..