ફતેપુરા તાલુકાના મારગાળા ગામના નરાધમની શરમજનક કરતૂત: ૧૩ વર્ષીય સગીરા પર અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર..

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા તાલુકાના મારગાળા ગામના નરાધમની શરમજનક કરતૂત: ૧૩ વર્ષીય સગીરા પર અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર.. 

દાહોદ તા.૨૫

 ફતેપુરા તાલુકાના મારગાળા ગામે એક યુવકે એક ૧૩ વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતી બનાવી મારી નાંખવાની ધાક ધમકી આપ્યાનું જાણવા મળેલ છે. જય ઉપરોક્ત બનાવમાં સગીરાના પિતાએ યુવક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ યુવકના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ફતેપુરા તાલુકાના મારગાળા ગામના લીમઘાટી ફળિયાના રહેવાસી મહેશભાઈ ઉર્ફે પટુ ચુનિયાભાઈ ચારેલે ગત તા.૦૬. ૦૬.૨૦૨૧ના રોજ ફતેપુરા તાલુકાની એક ૧૩ વર્ષીય સગીરા ઉપર અલગ અલગ સમયે અલગ અલગ સ્થળોએ લઇ જઈ સગીરાની વિરૂધ્ધ દુષ્કર્મ આચરી તેણીને ત્રણ માસનો ગર્ભ ધારણ કરી દીધો હતો. આ અંગેની જાણ દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના પરિવારજનોને થતાં નરાધમ યુવક દ્વારા મારી નાંખવાની ધમકી આપતો હતો અને આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના પિતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

—————————–

Share This Article