Tuesday, 01/07/2025
Dark Mode

ઓવર સ્પીડમાં આવતી બસ સામે સ્વાન આવતા સર્જાયો અકસ્માત. દાહોદમાં બેકાબૂ બનેલી ST બસ વીજ ટ્રાન્સફોર્મર ધડાકાભેર સાથે અથડાઈ,72 મુસાફરોનો આબાદ બચાવ

June 23, 2025
        2765
ઓવર સ્પીડમાં આવતી બસ સામે સ્વાન આવતા સર્જાયો અકસ્માત.  દાહોદમાં બેકાબૂ બનેલી ST બસ વીજ ટ્રાન્સફોર્મર ધડાકાભેર સાથે અથડાઈ,72 મુસાફરોનો આબાદ બચાવ

રાજેશ વસાવે :- દાહોદ 

ઓવર સ્પીડમાં આવતી બસ સામે સ્વાન આવતા સર્જાયો અકસ્માત.

દાહોદમાં બેકાબૂ બનેલી ST બસ વીજ ટ્રાન્સફોર્મર ધડાકાભેર સાથે અથડાઈ,72 મુસાફરોનો આબાદ બચાવ..

11 કેવી લાઈનનો જીવંત વાયર બસ પર પડતો પશુ પરિસ્થિતિ સર્જાઈ હોત.??

દેસાઈવાડ સહિત આસપાસના વિસ્તારમાં આઠ કલાક વીજ પુરવઠો બંધ રહ્યો: જીએસઆરટીસી ની કામગીરી સામે આક્રોશ..

દાહોદ તા.22

ઓવર સ્પીડમાં આવતી બસ સામે સ્વાન આવતા સર્જાયો અકસ્માત. દાહોદમાં બેકાબૂ બનેલી ST બસ વીજ ટ્રાન્સફોર્મર ધડાકાભેર સાથે અથડાઈ,72 મુસાફરોનો આબાદ બચાવ

દાહોદ શહેરમાં વહેલી સવારે જામનગર થી દાહોદ આવેલી એસટી બસ શહેરના દેસાઈવાડ સ્થિત જનતાચોકમાં બેકાબૂ બની વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઇ હતી.જેના પગલે સર્જાયેલા અકસ્માતમાં વીજ ટ્રાન્સફરને ભારે નુકસાન થયું છે.આ ઘટનાથી આસપાસના સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયું હતું.જોકે ચાલકના જણાવ્યા અનુસાર કુતરુ આડે આવતા આ ઘટના સર્જાય છે. પરંતુ ઉલ્લેખની છે કે શહેરના ગોધરા રોડ વિસ્તારમાં એક અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે. ત્યારે વીજ ટ્રાન્સફર સાથે અથડાયેલી બસમાં 70 પેસેન્જર સવાર હતા. જો આ દરમિયાન વીજ ટ્રાન્સફોર્મરમાંથી પસાર થતી 11 સિવિલ લાઈનના વાયર બસ પર પડ્યા હોત તો કેટલી મોટી કરુણાંતિકા સર્જાતી તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.જોકે આ તમામ બાબતો વચ્ચે દાહોદ શહેરમાં ખાસ કરીને રાત્રિ દરમિયાન યમરાજની જેમ દોડતી આ એસટી બસો કોઈક દિવસ કોઈનું જીવ લેશે તે નક્કી છે. 

ઓવર સ્પીડમાં આવતી બસ સામે સ્વાન આવતા સર્જાયો અકસ્માત. દાહોદમાં બેકાબૂ બનેલી ST બસ વીજ ટ્રાન્સફોર્મર ધડાકાભેર સાથે અથડાઈ,72 મુસાફરોનો આબાદ બચાવ

વહેલી સવારે પોણા ચાર વાગ્યાના સુમારે જામનગર થી દાહોદ આવેલી એસટી બસ સ્ટેશનને પહોંચે તે પહેલા શહેરના તળાવ સ્થિત જનતાચોકમાં બેકાબૂ બની બાઉન્ડ્રી વોલ તોડી વિજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી જેના પગલે વીજ સપ્લાય ખોરવાયું હતું. બોરસદ ડેપોના ચાલક ઝેડ એસ મલિકના જણાવ્યા અનુસાર કુતરુઆડે આવતા તેને બચાવવા જતા આ ઘટના સર્જાય છે. નોંધનીય બાબતે છે કે દાહોદ શહેરમાં એસટી જોડે અકસ્માતનો ફક્ત ગોધરા રોડ વિસ્તારમાં એક અઠવાડિયામાં ત્રીજો બનાવ છે. આ પહેલા પણ રાત્રિના સમયે દારૂ પીધેલી હાલતમાં બસ ચાલકે ગોધરા રોડ પર નીલકંઠેશ્વર મહાદેવ, ભરવાડવાસ નવરંગ સોસાયટી પાસે ત્રણ જેટલા ગૌવંશને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ બે દિવસ અગાઉ DYSP કચેરી પાસે એસટી બસે પોલીસની ખાનગી ગાડીને ટક્કર મારી તારા ઘટનાને 36 કલાક પણ વીત્યા નથી ત્યારે આજે સવારે બેકાબુ એસટી બસ જનતા ચોકમાં વીથ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરમાં એસટી બસોના ચાલક ખાસ કરીને રાત્રિના દરમિયાન બેફામ બસો દોડાવે છે. તેના પગલે આગામી સમયમાં દાહોદમાં યમરાજ ની જેમ દોડતી આ એસટી બસો નક્કી કોઈ દિવસ કોઈનું ભોગ લેશે..

*એસટી બસમાં ચાલક સહિત 72 મુસાફરો સવાર હતા.*

ઓવર સ્પીડમાં આવતી બસ સામે સ્વાન આવતા સર્જાયો અકસ્માત. દાહોદમાં બેકાબૂ બનેલી ST બસ વીજ ટ્રાન્સફોર્મર ધડાકાભેર સાથે અથડાઈ,72 મુસાફરોનો આબાદ બચાવ

આજે સવારે સર્જાયેલા અકસ્માતમાં જામનગર દાહોદ બસમાં 70 મુસાફરો તેમજ ચાલક અને ક્લીનર સહિત 72 લોકો ઉપસ્થિત હતા. આ તમામ મુસાફરો દાહોદ તેમજ આસપાસના વિસ્તારના હતા. જો ઈલેક્ટ્રીક લાઈનનો વાયર બસને અડી જતો તો કેટલા લોકોના ભોગ આજે લેવાઈ જતા તેની કલ્પના કરવા પણ મુશ્કેલ છે. જામનગર દાહોદ બસ સાંજે જામનગરથી ચાલી હતી. અને આજે 3:30 વાગ્યે દાહોદ એન્ટર થઈ હતી. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

*દેસાઈવાડ સહિત આસપાસના વિસ્તારમાં 8 કલાકથી વધારે વીજ પુરવઠો બંધ રહ્યો.*

બસ વીજ ટ્રાન્સફર સાથે અથડાતા જનતા ચોકના આસપાસ નો વિસ્તાર જેવા કે દેસાઈવાડ, પુષ્ટિનગર વિઠલેશ નગર, લેન્ડમાર્ક, તેમજ ગોધરા રોડના અમુક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયો હતો. ઘટના બાદ એમજીવીસીએલ , સ્થાનિક પોલીસ અને નગરપાલિકા તંત્ર તાત્કાલિક પહોંચ્યો હતો. અને બસને બહાર કાઢી વીજ પુરવઠો શરૂ કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ gsrtc ના કોઈપણ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે ન આવતા લોકોમાં આક્રોશ હતો. સ્થાનિકોએ આપમેળે વ્યવસ્થા કરી બસને બહાર કાઢી હતી. પરંતુ જીએસઆરટીસી માંથી કોઈ ન આવતા સ્થાકોમાં ભારે રોષ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!