
બાબુ સોલંકી:- સુખસર
*ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫*
*દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છતાં મતદાનને લઈને મતદારોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ*
સુખસર,તા.22
ગ્રામ પંચાયત ચૂંટણી 2025 ને લઈને દાહોદ જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી વરસાદી માહોલ તેમજ ખેતી કામગીરી ચાલુ હોવા છતાં પણ લોકોની મતદાન કરવા માટેની લાંબી લાઈનો જોવા મળી હતી.
દાહોદ જિલ્લામાં આજે તમામ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે 7 વાગ્યાથી મતદાન થયું હતું. મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જિલ્લામાં વરસાદી વાતાવરણ અને ખેડૂતોના ખેતી કાર્યોની વ્યસ્તતા છતાં પણ મતદારોમાં લોકશાહી પ્રત્યે જાગૃત ભાવના સાથે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાના વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારોમાં હાજરી નોંધાઈ હતી. નાગરિકોએ અને તેમાંય મોટેભાગે બહેનોએ પોતાના કિંમતી અને પવિત્ર મત આપી લોકશાહીમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.