
રાજેશ વસાવે :- દાહોદ
હેલ્થ ફાઉન્ડેશન એન્ડ રીચર્ચ સેન્ટર અને અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે હિપેટાઇટિસ બી વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો
દાહોદ તા. ૧૯
હેલ્થ ફાઉન્ડેશન & રિસર્ચ સેન્ટર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ટીલાવટના માર્ગદર્શન હેઠળ તેમજ DTHO શ્રી ડૉ. આર. ડી. પહાડીયા તેમજ સંસ્થાના પ્રમુખશ્રી સંદીપભાઈ શેઠ તેમજ. પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહના સહયોગથી અર્બન હોસ્પિટલ રળીયાતી ખાતે હિપેટાઇટિસ Bના વેક્સીન હોસ્પિટલના તમામ સ્ટાફ અને હાઈરિસ્ક ગ્રુપના લોકોને આપવામાં આવી હતી.
વિશ્વ સીકલસેલ દિવસ ” હોવાથી તેના વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપી ત્યારબાદ પ્રોજેક્ટ મેનેજરશ્રી નિલેશભાઈ દ્વારા હિપેટાઇટિસ B રોગ અને વેક્સીન વિશે માહિતી આપવામાં આવી હતી. ડૉ એશ્વર્ય દેસાઈ દ્વારા વેક્સીન મુકવાના ફાયદા વિશે તેમજ તેનાથી થતી સામાન્ય સમસ્યાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. લેપ્રસી મેડિકલ ઓફિસર ડૉ શોભનાબેન દ્વારા સૌ સ્ટાફ વેક્સીનનો લાભ લે તેના માટે મોટીવેટ કરવામાં આવ્યા હતા. દિશા DAPCU ના પ્રતિનિધિ શારદાબેન દ્વારા હિપેટાઇટિસ B પોઝીટીવ આવે તો તેની સારવાર ક્યાં અને કેવી રીતે મળે તેના વિશે માહિતી આપવામાં આવી હતી.
હોસ્પિટલના ડૉ એશ્વર્ય દેસાઈ તેમજ પ્રોજેક્ટ મેનેજર નિલેશભાઈ દ્વારા વેક્સીન મુકાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સૌ સ્ટાફે ઉત્સાહ પૂર્વક ટીઆઈ સ્ટાફ 7 તેમજ 7PE અને 12 HRG તેમજ અર્બન હોસ્પિટલના ડૉક્ટર તેમજ અર્બન હોસ્પિટલના 76 સ્ટાફે એમ કુલ 109લોકોએ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ વેક્સિનેશન કાર્યક્રમમાં જિલ્લા લેપ્રેશી મેડિકલ ઓફિસર, DISHA DAPCU ના સ્ટાફ, અર્બન હોસ્પિટલના સહમંત્રીશ્રી -હોસ્પિટલના ડોક્ટર -એડમિસ્ટરશ્રી તેમજ હોસ્પિટલના તમામ સ્ટાફ – નર્સિંગ સ્ટાફ -ટી. આઈ. પ્રોજેક્ટ સ્ટાફ સૌ હાજર રહ્યાં હતા.
000