
પાલિકાના કાઉન્સિલરે દબાણ મુદ્દે આત્મવિલોપની ચીમકી આપતા રાજકારણ ગરમાયું
ઝાલોદ નગરપાલિકામાં વહીવટને લઈ વિવાદ:ચીફ ઓફિસર સામે ચૂંટાયેલી પાંખે બાયો ચડાવી
પાલિકા પ્રમુખ સહીત તમામ કાઉન્સિલરોએ ચીફ ઓફિસર સામે પ્રાદેશિક કમિશનરને કરી લેખિતમાં રજુઆત
દાહોદ/20
ઝાલોદ નગર પાલિકામાં પાલિકાના વહીવટને લઈ ચીફ ઓફિસર તેમજ ચૂંટાયેલી પાંખના સુધરાઈ સભ્યો વચ્ચે વિવાદ સર્જાયો છે જેમાં પાલિકાના પ્રમુખ તેમજ 27 જેટલા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ ચીફ ઓફિસરના મનસ્વી વહીવટ અને કામ કરવાની શૈલીથી નારાજ થઈ આ મામલે પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજુઆત કરતા હવે આ મામલો પ્રાદેશિક કમિશનર કચેરીએ પહોંચ્યો છે દરમિયાન ઝાલોદ નગરમાં દબાણ મુદ્દે ચીફ ઓફિસર દ્રારા કોઈ કાર્યવાહી ન કરતા પાલિકાના કાઉન્સિલરે આ મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે
ઝાલોદ નગરપાલિકામાં પાલિકાના પ્રમુખ રેખાબેન ટી વસૈયાએ તેમજ ચૂંટાયેલી પાંખના ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહીત તમામ કાઉન્સિલરોએ ચીફ ઓફિસર ટી બી ભાભોર સામે બાયો ચડાવી છે સભ્યોના જણાવ્યા અનુસાર ચીફ ઓફિસર સંકલન જાળવતા નથી સહકાર આપતા નથી એટલુંજ નહી ગત તારીખ 21 -3- 2025 ના રોજ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં લેવાયેલા ઝાલોદ નગરના વિકાસના કામો દબાણ તેમજ લોક ઉપયોગી કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા પરંતુ ચીફ ઓફિસર દ્રારા આજદિન સુધી સામાન્ય સભામાં ઠરાવનો અમલીકરણ ન કરી ઠરાવ બુકમાં પણ ઠરાવ લખ્યા નથી જેના પગલે તેમની કામગીરી સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સવાલ ઉઠાવી રહ્યા છે એટલુંજ નહી સામાન્ય સભાને વીત્યાને ત્રણ માસ થયા છે બીજી સામાન્ય સભાને હવે અઠવાડિયું બાકી છે તેવા સંજોગોમાં પ્રથમ સામાન્ય સભાના કામોજ અધુરા રહેતા આ મામલે તમામ સભ્યોએ પ્રાદેશિક કમિશનર કચેરીમાં રજુઆત કરી છે સાથે ઝાલોદ નગરના મુખ્ય રોડ પર આવેલા નંદ વંદન કોમ્પ્લેક્સમાં માલિક દ્રારા નગર નિયોજક દાહોદના બીન ખેતીના કામે મંજુર કરેલા લે આઉટ પ્લાનમાં બતાવેલા રોડની જગ્યામાં બાંધકામ કરતા આ ગેરકાયદસર બાંધકામ મામલે ચીફ ઓફિસરને અવાર નવાર જાણ કરી સીલ મારવા જણાવ્યું હતું પરંતુ ચીફ ઓફિસરે કોઈ કામગીરી ન કરતા આ મામલે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સામુહિક રીતે દબાણ મુદ્દે સર્ક્યુલેટિંગ ઠરાવ કરી ગેરકાયદેસર મિલકતને સીલ મારવા માટે જણાવ્યું હોવા છતાંય કામગીરી ન કરતા પાલિકાના કાઉન્સિલર કેતનકુમાર મગનભાઈ પટેલ દ્રારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી ઉપરોક્ત મામલે દાહોદની સંબંધિત કચેરીઓ પ્રાદેશિક કમિશનર કચેરી વડોદરા મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિતમાં જાણ કરતા હવે પાલિકામાં વહીવટને લઈ ચીફ ઓફિસર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે