
સંજેલીમાં સરકારી શિક્ષક ચૂંટણી વિવાદમાં ઘેરાયા: પત્ની માટે પ્રચારમાં ઊતરતાં વિડીયો થયો વાયરલ
કુંડા શાળાના શિક્ષક દિનેશ વસૈયા રજા લઈ પત્નીના સરપંચ પદના પ્રચારમાં જોડાયા;
વિડીયો વાયરલ થતા સ્થાનિકોએ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી
દાહોદ તા. 20
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સરકારી શાળાના શિક્ષક પોતાની પત્નીના ચૂંટણી પ્રચાર માટે નીકળતા વિવાદ સર્જાયો છે. આ સરકારી શાળાનો શિક્ષક બાળકોનો અભ્યાસ છોડીને પોતાની પત્ની સરપંચ પદ માટે ઉભી રહેતા એનું રાજકીય કેરિયર બનાવવા માટે પ્રચાર અર્થે મેદાનમાં આવ્યો છે. એટલું જ નહીં ચૂંટણીની બેઠકો અને પ્રચારમાં ભાગ લેતા આ શિક્ષકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે બાદ સ્થાનિક જાગૃત નાગરિકોએ આ મામલે શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત સહ આવેદન સુપરત કર્યું છે.
દાહોદ જિલ્લામાં આગામી 22મીના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે.આ ચૂંટણીના પ્રચાર પડઘમપડ જોરશોર થી ચાલી રહ્યા છે. દરમિયાન સંજેલીના ઢાલાસીમળ ગામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં સરપંચ પદ માટે લલીતાબેન દિનેશભાઈ વસૈયાએ ઉમેદવારી નોંધાવતા તેમના પતિ દિનેશ જીતાભાઈ વસૈયા કે જે કુંડા પ્રાથમિક શાળામાં શિક્ષક છે.તેઓ બાળકોનો અભ્યાંસ છોડી રજા પર ઉત્તરી ગયા હતા. અને પોતાની પત્ની માટે પ્રચાર અર્થે નીકળી પડ્યા હતા. તેઓ ગામમાં પ્રચાર દરમિયાન બેઠકો અને રેલીમાં જોડાયા હતા. જેના પગલે સ્થાનિકોએ આ શાળાના શિક્ષકનો વિડિઓ શોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બાદ આ મામલે અન્ય ઉમેદવારો દ્વારા સંજેલી મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી સરકારી શાળાના શિક્ષક સામે પગલા લેવા માંગ કરી છે.