
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ ગ્રામ પંચાયત ચૂંટણીમાં 921 ઉમેદવારો બિનહરીફ, અનેક ગામોમાં એકતાનો વિજય!
પાંચ પંચાયત આખે આખી બિનહરીફ થઇ :સરપંચ પદે 20 અને સભ્ય પદે 792 ઉમેદવારો બિનહરીફ બન્યા
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં 365 ગ્રામ પંચાયતોમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 921 ઉમેદવારો સરપંચ અને સભ્ય પદ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યાં ચૂંટણી વગર જ સ્થાનિક નેતૃત્વની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી છે. જેમાં સરપંચ પદે 20 અને સભ્ય પદે 792 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં પાંચ ગ્રામ પંચાયત આખેઆખી બિનહરીફ થઇ હતી.
દાહોદ જિલ્લાની 84 પેટાચૂંટણી પંચાયતોમાંથી, ઝાલોદ તાલુકાની 5 પંચાયતોમાં સરપંચ પદે 1 અને સભ્ય પદે 4 ઉમેદવારો બિનહરીફ થયા. દાહોદની 8 પંચાયતોમાં 6 સભ્ય, ગરબાડાની 11માં 6 સભ્ય, ફતેપુરાની 5માં 5 સભ્ય, સંજેલીની 4માં 3 સભ્ય, લીમખેડાની 13માં 6 સભ્ય, ધાનપુરની 11માં 4 સભ્ય, સીંગવડની 12માં 6 સભ્ય અને દેવગઢ બારિયાની 15 પંચાયતોમાંથી 9 સભ્ય પદે બિનહરીફ જાહેર થયા હતા. આ સાથે સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી વાળી 281 ગ્રામ પંચાયતોમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ થયા છે. દાહોદની 28 પંચાયતોમાં 74 સભ્ય, ગરબાડાની 18માં 39 સભ્ય, ઝાલોદની 67માં સરપંચ પદે 8 અને સભ્ય પદે 176, ફતેપુરાની 50માં સરપંચ પદે 2 અને સભ્ય પદે 68, સંજેલીની 9માં 10 સભ્ય, લીમખેડાની 26માં 57 સભ્ય, સીંગવડની 15માં સરપંચ પદે 1 અને સભ્ય પદે 55, જ્યારે દેવગઢ બારિયાની 56 પંચાયતોમાં સરપંચ પદે 8 અને સભ્ય પદે 164 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા.