
બાબુ સોલંકી :- સુખસર
*108 ફુલપુરા નવી એમ્બ્યુલન્સ આવતાની સાથેજ સામાન્ય જનતાને મદતરૂપ થતા ફુલપુરા ગામ મા સ્થળ ઉપર મહિલાની પ્રસુતિ કરાવી*
સુખસર,તા.11
તારીખ 07 જૂન 2025 ના રોજ રાત્રીના 04:16 સમયે ફુલપુરા,તા. ઝાલોદ ગામની 28 વર્ષની મહિલાને અચાનક ડીલેવરી નો દુઃખાવો ઉપાડતાં ની સાથે તેમના મોટા ભાઈએ 108 ની મદદ માંગી હતી.હાલ માંજ નવી108 એમ્બ્યુલન્સ ફુલપુરા સરકાર દ્વારા ફુલપુરા આસપાસની સામાન્ય જનતાને સેવા આપવા માટે શરૂ કરવામાં આવેલ છે.ફુલપુરા લોકેશન ની 108 એમ્બ્યુલન્સ તરત જ કેસ મળતાની સાથે જ 108 ના કર્મચારી ઇએમટી આશિષ ડામોર અને પાયલોટ અમરસીંગ ડોડીયાર સ્થળ ઉપર જવા માટે રવાના થયા હતા.લગભગ 8 થી 10 મિનિટમાં સ્થળ ઉપર પહોંચી ને પ્રસૂતાની તપાસ કરતા માલુમ પડ્યું કે ડીલેવરી નો દુઃખાવો વધારે હોવાથી પ્રસુતાની ડીલેવરી તેમના ઘરે તેજ સ્થળ ઉપર કરાવવી પડે તેવી પરિસ્થિતિ છે. તેથી ઇએમટી આશિષ ડામોરે તરત જ 108 હોટ લાઇન ફિઝિશિયન ડોક્ટરને પ્રસૂતાની પરિસ્થિતિ અંગેની માહિતી આપી. 108 ફિઝિશિયન ડૉક્ટર મહેશ ભાઈના માર્ગદર્શનથી અને ઇએમટી આશિષ ડામોરની સુઝબુઝથી પ્રસૂતાની ઘરેજ સલામત ડીલેવરી કરાવવામાં આવી હતી.તેમજ
ડૉક્ટરના માર્ગદર્શનથી જરૂરી ટ્રિટમેન્ટ આપી નજીકની સીએચસી હોસ્પિટલ મા ખસેડ્યા હતાં.આમ ફુલપુરા ગામ અને તેની આજુબાજુ ગામની જનતા ને 108 ની સેવા ઘણી ઉપયોગી સાબિત થશે તેથી ફુલપુરા વિસ્તાર ના લોકો 108 સેવાથી આનંદની લાગણી વ્યાપી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.