Sunday, 01/06/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના હિંગલામાં ડી.જે વાળો ટેમ્પો પલટી મારતા ચાર ઇજાગ્રસ્ત:બેના સ્થળ ઉપર કમકમાટી ભર્યા મોત* *સુખસરના બચકરીયા પૂર્વ ગામેથી મારગાળા ગયેલ લગ્નની જાન પરત ફરતા ચાલકની બેદરકારીથી ટેમ્પો પલટી મારતા ઘટના સર્જાઇ હતી*

May 21, 2025
        2185
ફતેપુરા તાલુકાના હિંગલામાં ડી.જે વાળો ટેમ્પો પલટી મારતા ચાર ઇજાગ્રસ્ત:બેના સ્થળ ઉપર કમકમાટી ભર્યા મોત*  *સુખસરના બચકરીયા પૂર્વ ગામેથી મારગાળા ગયેલ લગ્નની જાન પરત ફરતા ચાલકની બેદરકારીથી ટેમ્પો પલટી મારતા ઘટના સર્જાઇ હતી*

બાબુ સોલંકી:- સુખસર

*ફતેપુરા તાલુકાના હિંગલામાં ડી.જે વાળો ટેમ્પો પલટી મારતા ચાર ઇજાગ્રસ્ત:બેના સ્થળ ઉપર કમકમાટી ભર્યા મોત*

*સુખસરના બચકરીયા પૂર્વ ગામેથી મારગાળા ગયેલ લગ્નની જાન પરત ફરતા ચાલકની બેદરકારીથી ટેમ્પો પલટી મારતા ઘટના સર્જાઇ હતી*

સુખસર,તા.21

ફતેપુરા તાલુકાના હિંગલામાં ડી.જે વાળો ટેમ્પો પલટી મારતા ચાર ઇજાગ્રસ્ત:બેના સ્થળ ઉપર કમકમાટી ભર્યા મોત* *સુખસરના બચકરીયા પૂર્વ ગામેથી મારગાળા ગયેલ લગ્નની જાન પરત ફરતા ચાલકની બેદરકારીથી ટેમ્પો પલટી મારતા ઘટના સર્જાઇ હતી*

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં દિન-પ્રતિદિન કમોતના બનાવો બની રહ્યા છે.જેમાં મંગળવાર સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં બચકરીયા પૂર્વથી મારગાળા ગયેલ જાન પરત ફરતા સમયે ડી.જે વાળો ટેમ્પો પલટી મારતા બે લોકોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નીપજવા પામેલ હોવાનું જ્યારે ચાર લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

         પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બચકરીયા પૂર્વ ગામેથી ગતરોજ મારગાળા ગામે જાન લઈને જાનૈયાઓ ગયેલ હતા.જેમાં

ડી.જે ભરેલા ટેમ્પા નંબર જીજે-04-યુ. 6035 પણ લઈ જવામાં આવ્યું હતું.મારગાળા ગામે લગ્ન વિધિ પૂરી થતાં બચકરીયાના જાનૈયા સાંજના સાડા સાતેક વાગ્યાના પરત ફરી રહ્યા હતા. તેવા સમયે ડી.જે ભરેલો ટેમ્પો ટેમ્પો ચાલકની બેદરકારીથી હિંગલા ગામે પલટી મારી ગયો હતો.આ ડી.જે વાળી ગાડીમાં સવાર ડામોર અંકુરભાઈ સોમજીભાઈ (ઉંમર વર્ષ 14)રહે.બચકરીયાપૂર્વ તથા લખણપુરના રહીશ સિધ્ધરાજભાઈ દિનેશભાઈ મુનિયા (ઉંમર વર્ષ 18),રાકેશભાઈ શંકરભાઈ ડામોર (ઉંમર વર્ષ 30),રીતુભાઇ દિનેશભાઈ મુનિયા,(ઉંમર વર્ષ 14) અમિતભાઈ ધર્મેશભાઈ મુનિયા,(ઉંમર વર્ષ 15)તથા અક્ષય ભાઈ ધર્મેશભાઈ મુનિયા,(ઉંમર વર્ષ 17)તમામ રહે. લખણપુર નાઓ આ ડી.જે વાળા ટેમ્પોમાં બેઠેલા હતા.ત્યારે આ ડી.જે વાળો ટેમ્પો હિંગલા ગામે આવતા ટેમ્પો ચાલકની બેદરકારીથી પલટી મારતા ટેમ્પોમાં સવાર ડામોર અંકુરભાઈ સોમજીભાઈ તથા મુનિયા સિધ્ધરાજભાઈ દિનેશભાઈના ઓને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માત સ્થળેજ કમ કમાટી ભર્યા મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે રાકેશભાઈ ડામોર ને હાથે,પગે તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સંતરામપુર ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે રીતુભાઈ મુનિયા,અમિતભાઈ મુનિયા, તથા અક્ષયભાઈ મુનિયાના ઓને સામાન્ય ઇજા પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે.

         ઉપરોક્ત અકસ્માત સર્જાતા ટેમ્પોચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળે છે.જો કે હાલ આ લખાય છે ત્યારે તેના ઘરના લોકો પણ ઘરને તાળું મારી ફરાર થઈ ગયા હોવાની ચર્ચા સાંભળવા મળે છે. બંને મૃતકોની લાશ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે ખસેડવામાં આવી છે.સુખસર પોલીસે આ અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!