દાહોદ શહેરના ઘાંચીવાડ ખાન ઉકરડા પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા..

Editor Dahod Live
1 Min Read

દાહોદ શહેરના ઘાંચીવાડ ખાન ઉકરડા પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા..

દાહોદ તા.16

દાહોદ શહેરના કસ્બા ઘાંચીવાડ ખાતે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા 5 વ્યક્તિઓને ૨૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી જેલના સળિયા પાછળ દરિયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

મળતી માહિતી અનુસાર દાહોદ શહેરના ઘાંચીવાડ ખાન ઉકરડા પાસે મુન્ના ઈકબાલ સામદના ઘર આગળ ખુલ્લી જગ્યામાં સાકીર ઇબ્રાહિમ પીંજારા,શાકીર ગફાર પટેલ, બિલાલ અબ્દુલ અજીજ સામદ, સઈદ દાઉદ ડાબીયાલ તેમજ આરીફ યુસુફ ભેગા મળી જાહેરમાં પાનના પત્તા વડે જુગાર રમી રહ્યા હતા તે સમયે દાહોદ ટાઉન પોલીસે દરોડો પાડી ઉપરોક્ત પાંચેય લોકોને 16,120 રૂપિયાના મુદ્દામાલ તેમજ તેઓની અંગજડતી લેતા ચાર હજાર રૂપિયાના મોબાઇલ મળી કુલ 20,210 ના મુદ્દામાલ સાથે ઝડપી જેલના સળિયા પાછળ ઘકેલી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article