
લીમખેડાના મોટીબાંડીબારમા વીજ સમસ્યાનો અંત..
દુધીયા સબસ્ટેશનથી 4 કિમી દૂર મોટીબાંડીબારને નવું વીજ જોડાણ, લો-વોલ્ટેજની સમસ્યાનું સમાધાન થયું..
દાહોદ તા.15
લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામમાં વીજળીની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો છે. સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરના હસ્તે દુધિયા 66 કેવી સબસ્ટેશનથી નવું વીજ જોડાણ કાર્યરત કરવામાં આવ્યું છે.
અગાઉ આ વિસ્તારમાં નાનાઆંબલિયા સબસ્ટેશનથી 19 કિલોમીટર દૂરથી વીજળી આવતી હતી. વરસાદ કે વાવાઝોડા દરમિયાન રિપેરિંગમાં ઘણો સમય લાગતો હતો. હવે દુધિયા સબસ્ટેશનથી માત્ર 4 કિલોમીટરના અંતરેથી વીજ પુરવઠો મળશે. જેના કારણે રિપેરિંગ ઝડપી થશે અને ગ્રાહકોને તાત્કાલિક વીજળી મળી રહેશે. જેમાં લો વોલ્ટેજની સમસ્યાના નિવારણ માટે એક ફીડર કાર્યરત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં બે વધુ ફીડર ઊભા કરવામાં આવશે. નવી વીજ લાઇનમાં 800 મીટર અંડરગ્રાઉન્ડ કેબલ અને બાકીની લાઇન વીજપોલ દ્વારા નાખવામાં આવી છે. વોલ્ટેજની સમસ્યાના નિવારણ માટે એક ફીડર કાર્યરત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં બે વધુ ફીડર ઊભા કરવામાં આવશે. નવી વીજ લાઇનમાં 800 મીટર અંડરગ્રાઉન્ડ કેબલ અને બાકીની લાઇન વીજપોલ દ્વારા નાખવામાં આવી છે. દુધિયાના ગારી સમાજે લોકહિતમાં પોતાની જમીન આપીને સહયોગ કર્યો છે.
દાહોદ જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ 400 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાં DISS યોજના માટે 282 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સિંગવડમાં સબ ડિવિઝન ઓફિસ અને લીમખેડામાં વિભાગીય કચેરી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. મંગલમહુડીમાં નવા સબસ્ટેશનનું ખાતમુહૂર્ત થવાનું છે. લીમખેડામાં હાલ 24 સબસ્ટેશનો કાર્યરત છે. આ સબસ્ટેશનો ખેતીવાડી અને ઉદ્યોગોને વીજળીનો નિયમિત પુરવઠો પૂરો પાડે છે.