
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં પંચાલ બંધુઓ દ્વારા નકલી નકલી નોટોના સંચાલનમાં મુખ્ય ભૂમિકા,એકની ધરપકડ,બીજો હાથવેંતમાં..
ગુજરાત-રાજસ્થાનમાં બનાવટી નોટોના રેકેટનો માસ્ટર માઈન્ડ હૈદર પીરની ટ્રાન્સફર વોરંટના આધારે રાજસ્થાન પોલીસે કરી ધરપકડ, આઠ દિવસના રિમાન્ડ મંજૂર..
દાહોદ પોલીસે પણ હેદર પીરની કસ્ટડી લેવા માટે નિઝામાબાદ જેલ પ્રશ્ન કાગળિયા મોકલ્યા..
જુના સિક્કા અને નોટો ઉપર તાંત્રિક વિધિ દ્વારા નોટોનો વરસાદ કરવાની ફિરાકમાં ફરતા સોદાગરો એકના ડબલની લાલચમાં ફસાયા..
દાહોદ તા.15
રાજસ્થાન તેમજ દાહોદ પોલીસે સરહદી વિસ્તારમાં ચાલતા નકલી નોટોના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે.જેમાં તેલંગાણાની નિઝામાબાદ જેલમાં બંધ હૈદર પીરની માસ્ટર માઈન્ડ તરીકેની ભૂમિકા પોલીસ તપાસ નો બહાર આવી છે. રાજસ્થાન પોલીસે 3.68 લાખ રૂપિયાની બનાવટી નોટો, લેપટોપ પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે લઈ રેકેટમાં સામેલ રાજસ્થાનના 10 તેમજ ઝાલોદના 1 આરોપી સહિત 12 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. દરમિયાન દાહોદ પોલીસે પણ બાતમીદારોના નેટવર્ક થકી ફતેપુરાના લીંબડીયા ગામના દંપતીના ઘરે નરોડા પાડી 21000 ની બનાવટી નોટો જપ્ત કરી હતી. અને આ રેકેટમાં સામેલ દંપતી તેમજ, ઝાલોદના પેથાપુર વાગડ, ઝાલોરના યુવક સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. અને તેમના છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દાહોદ પોલીસની તપાસ દરમિયાન પણ દાહોદમાં નકલી નોટોના રેકેટમાં તેલંગાણાના હૈદર પીરની માસ્ટર માઈન્ડ તરીકે સંડોવણી બહાર આવી હતી. આ તરફ દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટ ના આધારે તેલંગાણાના નિઝામાબાદ જેલમાં બંધ હૈદર પીરની કસ્ટડી લેવાની કાર્યવાહી હાથ ધરી તે દરમિયાન તારીખ 11.04.2023 ના રોજ બાસવાડા પોલીસે હૈદર પીરની પોલીસે જેલમાંથી કસ્ટડી લઈ બાસવાડા લઈ આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.આ સમગ્ર પોલીસ કપાસમાં બહાર આવ્યું કે માસ્ટર માઈન્ડ હૈદર પીરે ઝાલોદના સુખરામ તંબોલીયા તેમજ રાજસ્થાનના કમલેશને નકલી નોટો બનાવવાનું શીખવાડ્યું હતું. અને જરૂરી સાધન સામગ્રી પણ અપાવી હતી. એકના ડબલ કરવાની લાલચમાં આવેલા બાસવાડા તેમજ ગુજરાતના વ્યક્તિઓએ પ્રિન્ટર અને લેપટોપના મદદથી બનાવટી નોટ છાપી માર્કેટમાં ઉતારી દીધી હતી. ઉપરોક્ત ભેજાબાજોએ 75 લાખની બનાવટી નોટો છાપી દીધી હતી. આ રેકેટ આદિવાસી વિસ્તારમાં હૈદર પીરના ઇશારે ચાલી રહ્યો હતો અને દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યો હતો. પોલીસે આ સમગ્ર રેકેટનો પડદા પાસ કર્યો છે. અને રાજસ્થાન પોલીસે આ કેસમાં 12 લોકોની જ્યારે દાહોદ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.
*દાહોદમાં પંચાલ બંધુઓ દ્વારા નકલી નકલી નોટોના સંચાલનમાં મુખ્ય ભૂમિકા,એકની ધરપકડ,બીજો હાથવેંતમાં..*
એસપી ડોક્ટર રાજદીપસિંગ ઝાલાના નેતૃત્વમાં એલ.સી.બી એસ.ઓ.જીની ટીમે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. જેમાં પકડાયેલો હરીશચંદ્ર વિષ્ણુભાઈ પંચાલ તેમજ તેના સબંધીની મુખ્ય ભૂમિકા સામે આવી છે.આ કેસમાં બનાવટી નોટો નો રેકેટ ચલાવનાર ફતેપુરાના દંપતિ સહિતના વ્યક્તિઓને માસ્ટર માઈન્ડ હૈદર પીર જોડે મળાવનાર હરિશ્ચંદ્ર પંચાલ જ હતો. એટલું જ નહીં આનંદપુરીમાં પકડાયેલા નકલી નોટો ના રેકેટમાં પણ વિષ્ણુ પંચાલની સંડોવણી સામે આવી છે. રાજસ્થાન પોલીસે પકડેલા ઝાલોદના સુખરામ તંબોલીયાને પણ માસ્ટર માઈન્ડ જોડે ભેટો કરાવનાર પંચાલ બંધુઓ જ હતા.આ કેસમા તેના સંબંધીએ દંપતિ સહિત પાંચેયના એકના ડબલ કરવાની લાલચ આપી આ રેકેટમાં સામેલ કર્યા હતા.બંને પંચાલ બંધુઓ માસ્ટર માઈન્ડ હૈદર પીર અને દાહોદ જિલ્લાના સોદાગરો વચ્ચે ચાવીરૂપ ભૂમિકામાં હતો. જે પૈકી હરિશચંદ્ર વિષ્ણુ પંચાલ રીમાન્ડ હેઠળ છે. જ્યારે તેનો સંબંધી પોલીસના હાથવેતમાં છે.
*જુના સિક્કા અને નોટો ઉપર તાંત્રિક વિધિ દ્વારા નોટોનો વરસાદ કરવાની ફિરાકમાં ફરતા સોદાગરો એકના ડબલની લાલચમાં ફસાયા..*
નકલી નોટોના રેકેટમાં પકડાયેલા ફતેપુરાના લીંબડીયાનો દંપતી તેમજ ઝાલોર અને વાગડના યુવકને એકના ડબલ કરવાની લાલચ આપી પંચાલ બંધુઓએ બનાવટી નોટોના રેકેટમાં સામેલ કર્યા હતા. આ પહેલા ઉપરોક્ત પકડાયેલા દંપતિ અને બંને યુવકો 1938 માં ચલણમાં આવેલા રાણી વિક્ટોરિયા ના ચાંદીના સિક્કા, તેમજ બે હરણ વાળી પાંચમી નોટોની શોધમાં હતા. ઉપરોક્ત અને નોટો વડે તાંત્રિક વિધિના લીધે નોટોનો વરસાદ કરવાની ફિરાકમાં હતા. દરમિયાન એકના ડબલ કરવાની લાલચમાં ફસાયા અને બનાવટી નોટોના રેકેટમાં સામેલ થયા હતા.