Sunday, 13/04/2025
Dark Mode

*ફતેપુરા તાલુકાના સુખસર પંથકની સગીરાનું અપહરણ કરી જતા સંતરામપુર તાલુકાના બાબરોલ ગામના આરોપી સામે ગુનો નોંધાયો*

April 10, 2025
        377
*ફતેપુરા તાલુકાના સુખસર પંથકની સગીરાનું અપહરણ કરી જતા સંતરામપુર તાલુકાના બાબરોલ ગામના આરોપી સામે ગુનો નોંધાયો*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના સુખસર પંથકની સગીરાનું અપહરણ કરી જતા સંતરામપુર તાલુકાના બાબરોલ ગામના આરોપી સામે ગુનો નોંધાયો*

*નવમા ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષ 27 દિવસની સગીરા શાળામાં જતા આરોપીએ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો*

સુખસર,તા.10

 ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં સગીરા ઓના અપહરણ બનાવના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જાય છે.જે પૈકી કેટલાક કિસ્સાઓ પોલીસ સ્ટેશન પહોંચતા પહેલા સમાધાન રૂપે સમેટાઈ જતા હોય છે.સગીર કન્યાના અપહરણમાં સંડોવાતા આરોપીને કેદ સિવાય અન્ય કોઈ રસ્તો નહીં હોવા છતાં મોટાભાગે વિસ્તારમાં થતા અપહરણ કિસ્સાઓમાં 14 થી 17 વર્ષ સુધીની સગીર કન્યાઓના અપહરણ થઈ રહ્યા છે.અપહરણના બનતા તમામ કિસ્સાઓ પૈકી પુખ્ત તથા પરિણીત મહિલાઓના કહેવાતા અપહરણ બનાવો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે.

        પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પંથકની નવમા ધોરણમાં અભ્યાસ કરતી એક કિશોરી ગત તારીખ 1/4/2025 ના રોજ સાડા દસ વાગ્યાના અરસામાં શાળાએ ગયેલ હતી.તે દરમિયાન મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાબરોલ ગામના લાંબડા ફળિયા ખાતે રહેતા અશ્વિનભાઈ નવીનભાઈ ગરાસીયાનાઓએ શાળાએ ગયેલી 16 વર્ષ 27 દિવસની સગીરાને સમજાવી પટાવી ફોસલાવી પોતાના ઘરમાં પત્ની તરીકે રાખવાના ઇરાદાથી અપહરણ કરી ગયેલ હોવાની જાણ સગીરાના પરિવારને થતા સગીરાના પરિવારના લોકો બાબરોલ ગામે અશ્વિન ગરાસિયાના ઘરે સગીરાની તપાસ કરવા જતા તેના ઘરને તાળું લાગેલું હતું.જ્યારે આસપાસમાં પૂછતા જાણવા મળેલ કે અશ્વિન ગરાસીયા અગાઉથી જ પરણીત છે. અને તેનો પરિવાર મોટાભાગે બહારગામ મજૂરી કામે રહે છે.છતાં આસપાસના લોકોને સગીરાના પરિવાર દ્વારા અશ્વિન ગરાસીયા સગીરાનો કબજો પરત તેના પિતાને સોંપી દે તેમ પણ જણાવેલ.છતાં અપહરણ થયાના દસ દિવસ બાદ પણ સગીરાનો કબજો નહી સોપતા આખરે અપહરણનો ભોગ બનેલી સગીરાના પિતાએ અશ્વિનભાઈ નવીનભાઈ ગરાસીયા રહે.બાબરોલ તા.સંતરામપુરની વિરુદ્ધમાં ફરિયાદ આપતા સુખસર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!