
રાહુલ ગાડી :- ગરબાડા
ગરબાડાના ગરબાડા તાલુકાના છરછોડા ખાટલે ઉંઘતી આધેડ મહિલા ઉપર દીપડાનો હુમલો…
દાહોદ તા.09
ગરબાડા તાલુકાના છરછોડા ગામે ઘરની બહાર મીઠી નીંદર માણી રહી હતી.દરમિયાન 60 વર્ષિય વૃદ્ધા પર વન્યપ્રાણી દીપડાએ હુમલો કર્યો હતો. જે બાદ દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલી મહિલાને લોહી લુહાણ અવસ્થામાં સારવાર અર્થે 108 મારફતે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના છરછોડા ગામે આજરોજ 160 વર્ષે મહિલા ઘરની આગળ ખાટલો નાખી મીઠી નીંદર માણી રહી હતી. દરમિયાન ખોરાકની શોધમાં ધસી આવેલા વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા મહિલાએ બુમા બુમ મચાવી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવતા દિપડો જંગલ તરફ ભાગી ગયો હતો. ત્યારબાદ દીપડાના હુમલામાં ઘાયલ થયેલી ઇજાગ્રસ્ત મહિલાને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે દિપડા ના હુમલા ના પગલે ગ્રામજનો ભયભીત અવસ્થામાં મુકાઈ ગયા છે. ત્યારે બીજી તરફ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી દિપડાને પાંજરે પુરવા માંગ કરી છે.