
દક્ષેશ ચૌહાણ ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રાજપુર ગામનાં ડીંડોડ ફળિયામાં 2 કાચાં મકાનોમાં આગ ની ઘટનાં
ઝાલોદ તા. 8
ઝાલોદ તાલુકાના રાજપુર ગામનાં ડીંડોડ ફળિયામાં 2 કાચા મકાનમાં આગ લાગતાં 2 મકાનોમાં નુકસાન સાંજના અરસામાં આગની ઘટના બની હતી જેમાં સગા બે ભાઈના 2 મકાનમાં લાગી હતી આગ જેમાં 1. ડીંડોડ મનુભાઈ ધુળાભાઈ 2. ડીંડોડ સોમસિંગભાઈ ધુળાભાઈ નાઓના કાચાં મકાનોમાં આગ લાગી. ઘર વખરીનું સમાન આગમાં બળીને ખાખ ઘરમાં મુકેલ ગાદલા, કપડાં, વાસણો, અનાજ સહિતની વસ્તુઓ બળીને ખાખ ઘરની બહાર પશુઓના આહાર માટે રાખેલ ઘાસ ગોતું બળીને ખાખ.આગ ઓલવવા જતા ઘરના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી. તેવી પ્રાથમિક માહિતી મળી હતી સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી ઝાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. આજુબાજુમાં ઉપસ્થિત લોકો દોડી આવતા પાણી નો મારો ચલાવ્યો હતો અને ઝાલોદ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાં સ્થળે પહોંચી પાણી નો માંરો ચલાવી આગને કાબુમાં લીધી હતી.