
પીપલોદ bank of baroda માં સુવિધાઓનો અભાવ, ખાતેદારોને હાલાકી..
દાહોદ તા. 5
પીપલોદમાં જૂની બેંક ઓફ બરોડા ને દાહોદ રોડ પર નવીન મકાનમાં બનાવેલી નવી સુવિધા એર કન્ડિશન સાથેની બેંક ઓફ બરોડા ની બ્રાન્ચ જેમાં બેંકના નાના-મોટા કર્મચારીઓને સુવિધાથી સજ્જ શાખા બનાવવામાં આવી છે. જેમાં માત્ર બેંક કર્મચારીઓ માટે જ સુવિધાઓ થઈ હોય તેવું બ્રાન્ચમાં દ્રશ્યો જોઈને લાગે છે જેમ કે અમુક લોકો ખૂબ લાંબા સમયે બેંકમાં આવવાનું થતું હોય અને પગારદાર ગ્રાહકો રેલવે કર્મચારીઓ શિક્ષક કર્મચારીઓ જેવા ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકનો જમાવડો બેંકની બ્રાન્ચમાં જોવા મળે છે મોટી બ્રાન્ચ હોવા છતાં ફક્ત નવી બનાવેલી સુવિધા વાળી બેંક માત્ર કર્મચારીને જ સુવિધા મળી હોય અને ગ્રાહકો સિનિયર સિટીઝન વિકલાંગ અને મોટી ઉંમરલાયકના ભાઈઓ બહેનો વડીલો બેંકમાં આવે છે તેઓને બેસવાની સુવિધા પૂરતી ના હોય અને પીવાના પાણીની પણ સુવિધા પૂરતી કે પદ્ધતિસરની સહૂલત જોઈતી હોય તે પ્રમાણે ના હોય અને ગ્રાહકે સામાન્ય નાના કામ પાસબુકમાં એન્ટ્રી કરાવી બેલેન્સ ચેક કરાવવું આવા નાના કામ જરૂરિયાત મશીન બંધ હોવાના કારણે પણ ખૂબ મોટી લાઈનમાં લાગુ પડે છે સિનિયર સિટીઝન ની જે સુવિધાઓ મળવાપાત્ર હોય તે પણ નથી મળતી જેમ કે સિનિયર સિટીઝન ને કામની વિગત પૂછવી તેઓને બેસવાની સુવિધા તેઓના કામને પહેલું પ્રાધાન્ય આપવું અને દિવ્યાંગ જેવા ગ્રાહકો આવતા હોય તો વિલચેર અને તેઓનું કામ ફર્સ્ટ પ્રાયોરિટીમાં લેવાનું હોય આવી અને સહાયતા પૂછપરછ કેન્દ્ર કે કાઉન્ટર જેવી તમામ સુવિધાઓથી ગ્રાહકો વંચિત છે
ઘણા બધા વિસ્તારના વેપારી ઓએ બેંકના મેનેજમેન્ટ અને સુવિધા બરોબર ના હોવાથી તેઓએ પ્રાઇવેટ બેંક માં ખાતા ખોલાવવા મજબૂર બન્યા આ પુરતા પ્રમાણેની સવલત આપવાની ફરજ અને જાગૃતતા મેનેજર તમામ સ્ટાફ મા જાગૃતતા હોવી જોઈએ જે નથી માત્ર બેંક ઓફ બરોડા નવી બ્રાન્ચ બનાવ્યા પછી પણ ગ્રાહકોને સેવાથી વંચિત હોવાથી ગ્રાહકોમાં નારાજગી છે શું સુવિધામાં ફેરબદલ આવશે દાહોદ જિલ્લાના બેંકના મોટા અધિકારીઓ એક્શનમાં આવશે ? ગ્રાહકોની અગવડ સુવિધામાં ફેરવાશે કે નહીં
પીપલોદ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલું અને નેશનલ હાઈવે પર આવેલું ગામ છે જે ગામ વ્યાપારની દ્રષ્ટિએ સોના ચાંદી કાપડ કરિયાણું વાસણ ઇલેક્ટ્રોનિક ફૂટવેર કટલરી જેવી જરૂરિયાત વસ્તુઓનું અને બાજુનું ગામ પંચેલા માં પેટ્રોલ પંપ હોટલો અને ગુજરાત વ્યાપી કાઠી બજાર આવેલું ખૂબ મોટું વેપારી હબ છે આ વેપારીઓએ બેંક ઓફ બરોડા ની લથડતી વ્યવસ્થા અને સુવિધા ન હોવાથી પ્રાઇવેટ બેંક ખાતા ખોલાવી સારી સુવિધા મળે તે માટે અન્ય પ્રાઇવેટ બેંકમાં જવા મજબૂર બન્યા તે છતાં પણ પીપલોદ બેન્ક ઓફ બરોડા બ્રાન્ચ ના મેનેજર સ્ટાફ નું પેટનું પાણી હાલતું નથી કે બેંકને ગ્રાહકોની કોઈ પડેલી ના હોય તેવું પ્રકાશ થાય છે અને સાથે સાથે નેશનલાઈઝ સરકારી બેન્ક એક જ હોવા ના કારણે ખૂબ મોટી અગવડતા ઊભી થાય છે શું મીડિયાના માધ્યમથી જિલ્લાના વહીવટી તંત્ર પીપલોદ માં નેશનલાઈઝ બેન્ક આવે તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરશે કે નહીં પીપલોદના વેપારીઓનો બેંક સાથેનુ કામકાજ સરળ બને તેવી વેપારીઓ ની દાહોદ જિલ્લાના લાગતા વળગતા સરકારી વિભાગ પાસે એક અપેક્ષા છે.