
સાંસદના ગામમાં જ લોલમપોલ, દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ.!!
અંધેર તંત્ર: સિંગવડમાં પીએમ શાળા યોજના હેઠળના ત્રણ માર્ગોના ખાતમુહુર્ત કર્યા બાદ પણ કામગીરી ખોરંભે.!!
સિંગવડ તા. 29
સિંગવડ તાલુકાના રણધીપુર ગામે ત્રણ પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ રસ્તા નું ખાત મુહૂર્ત ઘણા સમય પહેલા કરવામાં આવ્યું હતું .પરંતુ તે રસ્તા હજુ પણ અધુરી હાલતમાં જોવા મળતા સ્થાનિકોને અવર-જવરમાં સ્થાનિકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. સાંસદના ગામમાં જ અંધેર વહીવટથી દીવાસળી અંધારા જેવી ઉક્તિ સાર્થક થઈ રહી છે.
સિંગવડ તાલુકાના રણધીપુર ગામે રણધીપુર સ્મશાન થી બારીયા ઘાટાને જોડતો પ્રધાનમંત્રી સડક યોજના અંદાજિત રૂપિયા 98 લાખનો સાડા ત્રણ કિલોમીટર નો મંજૂર કરવામાં આવ્યો હતો અને આ રસ્તા નું ખાત મુહૂર્ત દાહોદના સાંસદ અને લીમખેડા ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આ રસ્તા ના નાળાઓ નું કામ અને એના પર કાકરી મેટલ નું કામ કરી દેવામાં આવ્યું પરંતુ તેના પર ડામર રસ્તાનું કામ અધૂરું મૂકી દેવામાં આવતા ત્યાંથી નીકળતા લોકોને તકલીફો ઉઠાવી પડતી હોય છે જ્યારે નદી થી સોલંકી ફળિયા માં પ્રધાનમંત્રી સડક યોજના નો અંદાજિત 75 લાખનો 1.5 કિલો મીટરનો મંજૂર કરવામાં આવ્યો હતો તેના પર પણ કાકરી મેટલ કરીને તેને અધૂરો મૂકી દેવામાં આવ્યો હતો જેના લીધે ત્યાંથી નીકળતા વાહનો તથા મોટરસાયકલ વાળા ને તકલીફ ઉઠાવી પડતી હોય છે જ્યારે રવેસિંગ ની દુકાનથી પૂર્વ સાકરીયા તરફનો પ્રધાનમંત્રી સડક યોજના નો રસ્તો રૂપિયા 98 લાખનો સાડા ત્રણ કિલોમીટરનો મંજૂર કરવામાં આવ્યો હતો અને આ રસ્તા ને પણ સાંસદ તથા ધારાસભ્ય દ્વારા ઘણા વખત પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ આ રસ્તો પણ કાકરી મેટલ નાખીને અધૂરો મૂકી દેવામાં આવ્યો છે જેના લીધે આ પ્રધાનમંત્રી સડક યોજના પરથી નીકળતા વાહન વ્યવહાર ના લોકોને તકલીફો ઉઠાવી પડતી હોય છે જ્યારે પ્રધાનમંત્રી સડક યોજના ના રસ્તાઓ બનાવવા માટે લોકો રાહ દેખીને બેઠા હતા પરંતુ તે નહીં બનતા તેનું કામ પૂરું નહીં કરાતા સ્થાનિક લોકો મા નિરાશા ઊભી થઈ હતી જ્યારે ત્રણેય પ્રધાનમંત્રી સડક યોજના માટે રંધીપુર મુકામે રાત્રિ સભામાં દાહોદ કલેકટર યોગેશ નિર્ગુડે આવ્યા હતા તે ઘડી પણ ગામ લોકો દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને તે સમયે પણ તેમના અધિકારીઓ ત્યાં સ્થળ પર હાજર હોય તેમને ટૂંક સમયમાં આ રસ્તાઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી પરંતુ તે પ્રધાનમંત્રી સડક યોજના આજ દિન સુધી પૂર્ણ થયા નથી જ્યારે તેના માટે દાહોદ સાંસદ લીમખેડા ધારાસભ્ય જિલ્લા પંચાયત દાહોદ તથા તાલુકા પંચાયત સિંગવડ માં વારંવાર સિંગવડ તાલુકા પંચાયત સદસ્ય તથા ગામ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવ્યા છતાં પ્રધાનમંત્રી સડક યોજના ના કામ આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવ્યા નથી આ પ્રધાનમંત્રી સડક યોજના માટે લોકોને તકલીફ ઉઠાવી પડતી હોય છે તે લોકો દ્વારા પણ રણધીપુર ગામના આગેવાનોને વારંવાર રજૂઆત કરતા હોય છે માટે આના લાગતા વળગતા અધિકારીઓ અને નેતાઓ દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.