
રાજેશ વસાવે :- દાહોદ
પાલિકાના સભાખંડમાં યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભામાં 40 જેટલા કામોને ગણતરીની સેકન્ડોમાં બહાલી..
દાહોદ નગરપાલિકામાં કારોબારી ચેરમેને ૧૧,૬૫,૪૫,૮૦૧નું પુરાંતવાળુ બજેટ રજૂ કર્યો
પક્ષના નેતા તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ સહિત ત્રણ સભ્યોએ ગતબોર્ડની બહાલીનો લેખિતમાં વિરોધ..
દાહોદ તા.૨૯
દાહોદ નગરપાલિકાના સભા ખંડ ખાતે આજરોજ વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષનું બજેટ સત્ર તેમજ સાથે સાતે ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બજેટ સત્રમાં રૂા. ૧૧,૬૫,૪૫,૮૦૧નું પુરાંતવાળુ બજેટની જાહેરાતની સાથે સાથે સામાન્ય સભામાં એજન્ડાના 25 તેમજ વધારાના 15 જેટલા કામોનો સર્વાનુમતે ઠરાવ કરી ગણતરીની મીનીટીમો સામાન્ય સભા સમેટાઈ ગઈ હતી.
દાહોદ નગરપાલિકા ખાતે સભા ખંડમાં આજરોજ બજેટની સાથે સાથે ત્રિમાસીક સામાન્ય સભા મળી હતી. આ બજેટ અને સામાન્ય સભામાં 36 પૈકી 25 હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.જેમાં બજેટમાં વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષ બજેટમાં રૂા.૧,૩૩,૮૫,૬૭,૬૭૬ની આવત અંદાજીત થનાર છે. તેમાં ઉઘડતી સિલક રૂા.૪૬,૯૦,૫૬,૬૨૨ ઉમેરતા કુલ ૧,૮૦,૭૬,૨૪,૨૯૮ થાય છે. જેની સામે નગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં રકમની ફાળવણી કરતાં તેમજ કામોને અગ્રતા આપતા રૂા.૧,૬૯,૧૦,૭૮,૪૯૭નો ખર્ચ અંદાજવામાં આવેલ છે. આમ, અંદાજપત્રમાં આવક અને ખર્ચની જાેગવાઈઓને ધ્યાનમાં લેતાં રૂા.૧૧,૬૫,૪૫,૮૦૧નું પુરાંતવાળુ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. સાથે સાથે ત્રિમાસીક સામાન્ય સભા પણ જાેડે જાેડે યોજાઈ હતી જેમાં એજન્ડા ના 25 તેમજ વધારાના 15 જેટલા કામોને સર્વાનુમતે મંજુર કરી બહાલી આપવામાં આવી હતી. આ કામોમાં કારોબારી સમિતિમાં થયેલ ઠરાવો, નિવૃત કર્મચારીઓને મળવાપાત્ર નિવૃતિ પુર્વેના મળવાપાત્ર લાભો આપવા, લોકમની અરજી બાબતે યોગ્ય ઠરાવ તેમજ દાહોદ નગરપાલિકામાં વય નિવૃતિના કારણે, મહત્વની ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી કરવા બાબતે યોગ્ય ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
*પક્ષના નેતાએ ગત બોર્ડની સામાન્ય સભાના બહાલીનો લેખિતમાં વિરોધ નોંધાવ્યો, પૂર્વ પાલિકા પ્રમુખ સહિત અન્ય બેનો સમર્થન.*
પક્ષના નેતા દિપેશભાઈ લાલપુર વાળા તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ સહિત ત્રણ સભ્યોએ ગત બોર્ડની સામાન્ય સભાની મિનિટને બહાલી આપવા માટેના કામ અંગે પોતાનો વિરોધ લેખિતમાં નોંધાવ્યૂ હતું. જેના પગલે નગરપાલિકામાં સુધરાઈ સભ્યો વચ્ચે યાદવસ્થલી તેમજ ઘર ફૂટે ઘર જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.એક ચર્ચાઓ મુજબ ગત બોર્ડની સામાન્ય સભાનો વિરોધ કરનાર સભ્યો પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની ચર્ચાઓ વચ્ચે રાજસ્થાનના કુંભલગઢ ખાતે સહેલગાહે ગયેલા 25 માંથી ત્રણ સભ્યોએ નોંધાવ્યો છે. જેને લઈને અનેક ચર્ચાઓએ જન્મ લીધો.
——————————————–