
રાહુલ ગાડી :- ગરબાડા
ગુંગરડીના માળ ફળિયામાં ઘૂસેલા દીપડાને પકડવા મકાઇનું ખેતર કોર્ડન કરાયુ ગ્રામજનોમાં ફફડાટ…
આજૂબાજૂના લોકો દીપડાને જોવા ઘરના છાપરે ચડ્યા
દાહોદ તા.19
ગરબાડા તાલુકાના ધણાં વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સહિત હિંસક પ્રાણીઓ પણ વસવાટ કરે છે. અવાર નવાર ખોરાક અને પાણીની શોધમાં વન્ય પ્રાણી દીપડાઓ માનવ વસાહતમાં આવી ચડતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે નવ વાગ્યાના આરસમાં ગરબાડાના ગુગંરડી ગામના માળ ફળિયામાં દીપડો જોવા મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. મકાઈના ખેતરમાં દીપડાએ દેખા દેતા ગ્રામ જનોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાની દહેશતના કારણે ગ્રામજનો પોતાના બચાવ માટે ધાબા પર ચડેલા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે. ત્યારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે
અને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા ચારે બાજુથી મકાઇને ખેતરને કોર્ડન કરી અને દીપડાને પકડવાની કામરીગી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાની દસ્તક જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે ઉનાળાની શરૂઆત થઈ છે. જે પાણીના હવા઼ડાડાઓ સુકાવા માડયા છે. જેના કારણે દીપડાઓ સહિત હિંસક પ્રાણીઓ માનવ વસાહતમાં આવી ચડતા હોય છે. હાલ વન વિભાગ દ્વારા જે દીપડો મકાઈના ખેતરમાં છુપાયેલો છે તેને પકડી પાડવાના તમામ પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે.