
સંજેલી મહેન્દ્ર ચારેલ…
આંગણવાડી કાર્યક્રર બહેનોની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
કામગીરીમાં બેદરકારી જણાશે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.ઇરા ચૌહાણ..
છેવાડાના લોકો સુધી આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર..
આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓને ગુણવતાયુકત અને સ્વાદિષ્ટ ભોજન મળે તે માટે તમામ બહેનોને સૂચના..
સંજેલી :- તા. 13.
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે આંગણવાડી કાર્યક્રર બહેનોની બેઠક યોજાઈ હતી.આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની સૂચના મુજબ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓને ગુણવતાયુકત અને સ્વાદિષ્ટ ભોજન મળે તે માટે તમામ બહેનોને સૂચના આપવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ દ્વારા આંગણવાડી સમયસર બાળકો આવે અને એમને આંગણવાડીમાં પોષટીક આહાર રમત ગમત સહિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે અને બાળકોમાં રહેલું કુપોષણ દૂર થાય તે બાબતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણએ દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી બહેનોને સૂચના આપવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યુંકે જો આ કામગીરીમાં બેદરકારી જણાશે તો મહિલા અને બાળવિકાસના ઠરાવ મુજબ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ બેઠકમાં આંગણવાડી કાર્યક્રર બહેનો સહિત તેડાઘર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.