
કલ્પેશ શાહ :- સિંગવડ
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સ્નેહલ ભાઈ ધરિયા નો પિપલોદ મુકામે સ્વાગત કરવામાં આવ્યુ
સિંગવડ તા. 13
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ અને યુવા કર્મનિષ્ઠ ધાર્મિક સ્નેહલભાઈ ધરિયા નો આજરોજ પીપલોદ વિસ્તારમાં પ્રવાસ દરમિયાન તેઓએ રામેશ્વર મહાદેવ મંદિર અને શ્રીકૃષ્ણ ભગવાનની હવેલી ખાતે દંડવત પ્રણામ કરી દર્શન કરી આશીર્વાદ લીધા જ્યારે કબીર મંદિર સાલીયા કબીર સાહેબના મસ્તક નમાવી ગુરુ વંદન કરી આશીર્વાદ લીધા અને સ્નેહી વડીલો સાથી મિત્રો આગેવાન જુના નવા અને યુવા કાર્યકર્તાઓ વડીલો વ્યાપારી સાથે મળ્યા અને સૌ કાર્યકર્તાઓએ મિત્રો આગેવાનો એ પ્રમુખશ્રી ને ફૂલહાર પહેરાવી ઉત્સાહ સાથે સ્વાગત કર્યું અને સૌ સાથે મળી ચા નાસ્તો કરી અને શુભેચ્છા મુલાકાત લય તેઓએ સહુ કાર્યકર્તા સાથે બેસી ને સર્વે સાથે મળી પાર્ટીનું કામ કરવાનું છે અને સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીને આગળ વધારવાનું છે તેવી વિચારધારા ની વાત કરી પ્રમુખશ્રી સ્નેહલભાઈ ધરિયા પીપલોદ વિસ્તારની ઓચિંતી મુલાકાત લેતા સૌ કાર્યકર્તાઓ ને આનંદ થયો