
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનના પગથીયા ઉપરથી અકસ્માતે પડતા 28 વર્ષિય યુવાનનું મોત*
*મૃતક યુવાન કોઈ સંબંધીને મળવા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો*
*મૃતકની લાશનુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલવામાં આવી*
સુખસર,તા.8
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનમાં શુક્રવારના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં સુખસર કટારા ફળિયાનો એક યુવાન પોલીસ સ્ટેશનમાં તેના કોઈ સંબંધીને મળવા આવ્યો હતો.તે દરમિયાન પોલીસ સ્ટેશનના પ્રથમ માળે જતા સીડી ઉપરથી કોઈ અગમ્ય કારણોસર પડી જતા મોત નીપજ્યું છે.તેનું મોત કયા કારણોસર થયું તેની પીએમ બાદ જાણ પડશે અને લાશના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદ ખાતે મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સંગાડા ફળિયામાં રહેતા મિનેષભાઈ માનસિંગભાઈ કટારા(ઉંમર વર્ષ. 28)નાઓ શુક્રવારના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં તેના કોઈ સંબંધીને મળવા માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા.તે દરમ્યાન પોલીસ સ્ટેશનના પ્રથમ માળે જતા સીડી ઉપરથી મિનેષભાઈ કટારા અકસ્માતે પડી જતા તેને સારવાર મળે તે પહેલા કોઈ અગમ્ય કારણોસર મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. યુવાનનું મોત કયા કારણોસર થયું તે પોસ્મોર્ટમ બાદ જાણી શકાશે.
યુવાનનુ અકસ્માતે અગમ્ય કારણોસર મોત નીપજતા મૃતકના ભાઈ ગોવિંદભાઈ માનસિંગભાઈ કટારાએ સુખસર પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી લાશના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આગળની તપાસ સુખસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એલ.પટેલ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.