
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
*દાહોદ જિલ્લાનાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાના સાબલી પ્રાથમિક શાળા ખાતે રાત્રિ સભા યોજાઈ*
*ગામમાં થયેલ વિકાસના કામો, ગામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઇ કામગીરીની સમીક્ષા કરાઈ*
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ સાંબલી પ્રાથમિક શાળા ખાતે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજવામાં આવી હતી.
ઝાલોદ તા. 6
રાત્રી સભા દરમ્યાન કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા જિલ્લામાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગામજનો સાથે વિવિધ વિભાગોની કામગીરીની અંગેની ચર્ચા – વિચારણા પણ કરવામાં આવી હતી. ઉપરાંત ગામના થયેલ વિકાસના કામો, ગામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઇ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે દરમ્યાન દાહોદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા ગ્રામજનોની રજુઆતોનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.
દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા ઝાલોદ મામલતદાર કચેરીની પણ મુલાકાત લેવામાં આવી હતી. જે દરમ્યાન કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત થકી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઝાલોદ મામલતદાર કચેરીની વિવિધ શાખાઓના કર્મચારીઓને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સંબંધિત સુચનાઓ પણ આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા ચાકલીયા પોલીસ સ્ટેશન ની મુલાકાત લેવામાં આવી હતી જે દરમિયાન ચાકલીયા પોલીસ કર્મચારીઓને સુચનાઓ આપી અને ત્યાંની દફતર ચકાસણી કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા ચાકલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી હતી જે દરમિયાન ચાકલીયા આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓને સુચનાઓ આપી હતી.
દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સાબલી ગ્રામ પંચાયત કચેરી ની મુલાકાત લેવામાં આવી હતી જે દરમિયાન ત્યાંની દફતર ચકાસણી કરવામાં આવી હતી.
રાત્રી સભા દરમ્યાન ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયા,ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ, ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. એચ. ગઢવી, ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર એમ પરમાર, ચાકલીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી એન કોટવાળ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, એમજીવીસીલ અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી સહિત અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ સાબલી તલાટી કમ મંત્રી શ્રી, સાબલી ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી અને સાબલી ગામનાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.
૦૦૦