Friday, 14/03/2025
Dark Mode

*ફતેપુરા તાલુકાના ભોજેલાના ત્રીસ વર્ષીય યુવાનની મારગાળા નદી માંથી મળી આવેલ લાશ સંદર્ભે મૃતકના પિતા દ્વારા ગૃહમંત્રી સમક્ષ રજૂઆત*

March 5, 2025
        1389
*ફતેપુરા તાલુકાના ભોજેલાના ત્રીસ વર્ષીય યુવાનની મારગાળા નદી માંથી મળી આવેલ લાશ સંદર્ભે મૃતકના પિતા દ્વારા ગૃહમંત્રી સમક્ષ રજૂઆત*

,બાબુ સોલંકી :-  સુખસર 

*ફતેપુરા તાલુકાના ભોજેલાના ત્રીસ વર્ષીય યુવાનની મારગાળા નદી માંથી મળી આવેલ લાશ સંદર્ભે મૃતકના પિતા દ્વારા ગૃહમંત્રી સમક્ષ રજૂઆત*

*મૃતકની પત્ની સહિત કુટુંબી સાળા દ્વારા હત્યા કરાઈ હોવાનો અને પોલીસ દ્વારા હત્યાના બનાવને અકસ્માત મોતમાં ખપાવવાની કોશિશ થતી હોવાનો આક્ષેપ કરાયો*

સુખસર,તા.4

 ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના 30 વર્ષીય યુવાનને મોટા નટવાના જાંબુડી ફળિયામાં રહેતા કુટુંબી સાળા દ્વારા તેની સાસરી મારગાળા ગામના લીમઘાટી ફળિયામાં બોલાવ્યા બાદ બીજા દિવસે મારગાળા નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે યુવાનની લાશ મળી આવી હતી.જેની સુખસર પોલીસમાં જાણ કરવામાં આવી હતી. હત્યાના બનાવને અકસ્માત મોતમાં ખપાવવાની કોશિશ થતી હોવાના આક્ષેપ સાથે દાહોદ જિલ્લા ડી.એસ.પી,આઈ.જી.પી પંચમહાલ રેન્જ ગોધરા,પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર સહિત ગાંધીનગર ગૃહ મંત્રી સમક્ષ મૃતક યુવાનના પિતાએ પુત્રની હત્યામાં સંડોવાયેલા આરોપીઓની તટસ્થ તપાસ કરી કાયદેસરનો ગુનો દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવામાં આવે છે.

          મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના કુમાર ખાયા ફળિયામાં રહેતા નરેશભાઈ રમણભાઈ ચારેલને 25 ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં તેમની સાસરીના કુટુંબી સાળા દ્વારા તેની સાસરી મારગાળાના લીમઘાટી ગામે બોલાવ્યા બાદ 26 ફેબ્રુઆરી સવારના આઠ કલાકે નરેશભાઈની લાશ મારગાળા નદી માંથી મોટરસાયકલ સાથે માથા તથા ખભા ઉપર ઇજાના નિશાન સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.જેની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરાતા પોલીસે ઘટનાસ્થળે જઇ લાશનો કબજો મેળવી સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપી હતી. દિવસ દરમ્યાન લાશ સુખસર સરકારી દવાખાનામાં રાખ્યા બાદ સાંજના સુખસર પોલીસ દ્વારા મૃતકના સ્વજનોને જણાવેલ કે,લાશને ફોરેન્સિક પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલવામાં આવશે તેમ જણાવી લાશ દાહોદ ખાતે મોકલી આપી હતી.અને લાશનું પી.એમ દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું. 

         જ્યારે બીજી બાજુ જોઈએ તો મૃતક નરેશભાઈ ચારેલને તેના કુટુંબી સાળાએ મોબાઈલ કરી મારગાળાના લીમધાટી ગામે તેની સાસરીમાં બોલાવ્યો હતો.જ્યાં નરેશભાઈ છ વર્ષની પુત્રીને સાથે લઈ સાડા પાંચ વાગ્યાના અરસામાં લીમઘાટી ગયા હતા.ત્યારબાદ કુટુંબી સાળો સાડા સાત વાગ્યાના અરસામાં નરેશભાઈની પુત્રી ઋત્વિકાને મોટરસાયકલ ઉપર બેસાડી ભોજેલા મુકવા આવ્યો હતો. ઘરના સભ્યોએ મૂકવા આવનાર વ્યક્તિને તમો આવ્યા છો તો આ છોકરીના બાપા ક્યાં છે તેમ પૂછતા તેણે ગોળ ગોળ જવાબો આપી ઋત્વિકાને ભોજેલા ગામે મુકી જતો રહેલ હતો.જ્યારે ઘરના સભ્યોએ નરેશભાઈ ચારેલને મોબાઇલ કરતા તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો.જેથી ઘરના સભ્યોએ સાળા બનેવી સાથે રોકાયા હશે તેમ માનેલ હતું. 

         જ્યારે 26 ફેબ્રુઆરી સવારના છ વાગ્યાના અરસામાં નરેશભાઈને બોલાવનાર કુટુંબી સાળો પરત નરેશભાઈના ઘરે આવેલ અને નરેશભાઈની પત્નીને મોટરસાયકલ ઉપર બેસાડી લઈ ગયેલ હતો. ત્યારબાદ આઠેક વાગ્યાના સમયગાળા માં સુખસર પોલીસ દ્વારા જણાવેલ કે, મારગાળા ગામે પચોર ફળિયામાં આવેલ નદીમાં તમારા પુત્ર નરેશની લાશ મળી આવી છે.અને તમો બનાવ સ્થળે પહોંચ્યો તેમ જણાવેલ.અને બનાવના સ્થળે જઈ જોતા મોટરસાયકલ સાથે નરેશભાઈની માથા તથા ખભા ઉપર ઇજાના નિશાન સાથેની લાશ પાણીમાં પડેલી જોવા મળી હતી.ત્યારબાદ સુખસર પોલીસ દ્વારા મૃતકના પિતા રમણભાઈ ચારેલ ને પૂછપરછ કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં સાંજ સુધી રાખવામાં આવેલ.અને સાંજના સુખસર પોલીસ દ્વારા જણાવવામાં આવેલ કે લાશને દાહોદ ખાતે પી.એમ કરાવવા ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ છે.અને ત્યારબાદ 27 ફેબ્રુઆરીના રોજ બપોરના એક વાગ્યાના સમયગાળા દરમ્યાન લાશના પી.એમ બાદ સુખસર પોલીસ દ્વારા લાશનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો હતો.

        રજૂઆતમાં મૃતકના પિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે,સુખસર પોલીસ દ્વારા સ્થળ ઉપર પંચનામુ કરવામાં આવેલ નથી.તેમજ આ બનાવના શકદાર મૃતકની પત્નીને ચાર દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં રાખ્યા બાદ પિયરમાં મોકલી આપી છે.જ્યારે કુટુંબી સાળા સહિત એક અન્ય વ્યક્તિ બનાવના દિવસથી આજદિન સુધી સુખસર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે.પરંતુ તેઓની પણ પૂછપરછ કરવામાં આવતી નથી. અને આ હત્યાના બનાવને અકસ્માત મોતમાં ખપાવવાની પોલીસ દ્વારા કોશિશ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તેમજ આ બનાવમાં મૃતકની પત્ની તેમજ તેના કુટુંબી ભાઈનો હાથ હોવાનો આક્ષેપ કરી તેઓની તટસ્થ તપાસ કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની એફ.આઇ.આર દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!