ઈદના તહેવાર ટાણે દાહોદના ઘાંચીવાડ સ્થિત માળીના ટેકરા નજીકથી રાત્રીના સમયે ત્રણ ગાયો કટિંગ કરેલી હાલતમાં મળી આવતા ચકચાર:પશુ પ્રેમીઓમાં રોષની લાગણી… 

Editor Dahod Live
2 Min Read

  રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….

ઈદના તહેવાર ટાણે દાહોદના ઘાંચીવાડ સ્થિત   માળીના ટેકરા નજીકથી રાત્રીના સમયે ત્રણ ગાયો   કટિંગ કરેલી હાલતમાં મળી આવતા ચકચાર:પશુ     પ્રેમીઓમાં રોષની લાગણી 

 જીવદયા પ્રેમીઓની ટીમેં બાતમીના આધારે સ્થળ પર  પહોંચતા ગૌહત્યાં કરનાર ઈસમો અંધારાનો લાભ   લઇ ભાગી છૂટ્યા 

 જીવદયા પ્રેમીઓની ટીમને સ્થળ પર ખુલ્લી   જગ્યામાંથી કટીંગ કરેલી ત્રણ ગાયો,નજીકના   રહેણાંક મકાનમાંથી મારક હથિયારો, તેમજ   થેલામાંથી ગૌમાંસ મળી આવ્યો 

 દાહોદ ટાઉન પોલીસને કંટ્રોલ પર જાણ થતા ઘટનાસ્થળે પહોંચી બનાવ સબંધે તપાસ હાથ ધરી 

દાહોદ તા.14

માળીના ટેકરા નજીક ખુલ્લી જગ્યામાંથી કટિંગ કરેલા ગાયોના મૃતદેહોની તસ્વીર…

દાહોદ શહેરના ઘાંચીવાડ સ્થિત માળીના ટેકરા નજીકથી દાહોદ જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે ત્રણ કટિંગ કરેલી ગાયોનું ગૌ માસ ઝડપી પાડ્યો હતો.જોકે જીવદયા પ્રેમીઓની ટીમને જોઈ ગાય કાપનાર ઈસમો રાત્રીના દરમિયાન અંધારાનો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.ત્યારબાદ આ બનાવ સબંધે દાહોદ ટાઉન પોલિસ સ્થળ પર પહોંચી જીવદયા પ્રેમીઓની સાથે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરતા એક મકાનમાંથી ગાય કાપવાના હથિયારો તેમજ ખુલ્લી જગ્યામાંથી કટિંગ કરેલા ગૌમાંસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

રહેણાંક મકાનમાંથી મળેલા મારક હથિયારો તેમજ થેલામાંથી મળેલ ગૌમાસના દ્રશ્યો દર્શાવતી વિડિઓ 

 વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદના જીવદયા પ્રેમીઓને આજરોજ ખાનગી રાહે બાતમી મળી કે ઈદ ના ત્યોહારને લઈ દાહોદના ઘાંચીવાડ વિસ્તારમાં સ્થિત માળીના ટેકરા નજીક નદીના ધડ ઉપર વોહરા કબ્રસ્તાનની પાછળ ગાયોને કટીંગ કરવામાં આવી રહી છે જેની જાણ થતાં જ

તાબડતોબ દાહોદના જીવદયા પ્રેમીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.જોકે દૂરથી જીવ દયા પ્રેમીઓની ટીમને જોતા ગૌહત્યાં કરનાર નાસી ઈસમો ભાગી છૂટવામાં સફળ થયા હતા.જીવદયા પ્રેમીની ટીમ દ્વારા ગૌહત્યા કરનાર ઈસમોનું ફિલ્મીઢબે પીછો કરવામાં આવ્યું હતું. પરંતુ તેઓ અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ થયા હતા.ત્યારબાદ જીવદયા પ્રેમીની ટીમ દ્વારા આસપાસ તપાસ કરતા 3 ગાયો કટીંગ કરવામાં આવી હતી.વધુ તપાસ કરતા કટીંગ કરેલી ગાયોના મૃતદેહ નજીક એક રહેણાંક ઘરમાં ગાયોને કતલ કરવામાં આવતા હથિયારો તેમજ હથિયારો નજીક થેલામાં ગાયોનું માંસ મળી આવ્યું હતું. જીવદયા પ્રેમીઓએ આ અંગેની જાણ પોલીસ કન્ટ્રોલમાં કરવામાં આવી હતી.દાહોદ ટાઉન પોલિસે બનાવ સંબંધે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Share This Article