
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
લગ્નને યાદગાર બનાવવા તેમજ કંઈક નવું કરવાની ઘેલછામાં..
સંજેલીમાં સોશિયલ મીડિયામાં રીલ જોઈ JCB માં જાન લઇ જવું ભારે પડ્યું: ચાલકની અટકાયત.
સંજેલી તા.11
દાહોદ જિલ્લાના સંજેલીમાં કંઈક નવું કરવાની ઘેલછા JCB ચાલકને ભારે પડ્યું છે.જેમાં બે દિવસ આગાઉ કાવડના મુવાડા ગામે એક વરરાજા તેરી જાન જેસીબીમાં લઈ જતો હોવાનુ સામે આવ્યો હતો જે બાદ જાન લઇ જતાંનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ટીવી ચેનલમાં અને સમાચાર પત્રોમાં આ વિશે સમાચાર પ્રકાશિત થયા બાદ દાહોદ જિલ્લા પોલીસે જેસીબી ચાલક સામે ગુનો દાખલ કરી અટકાસ કરી હતી અને જેસીબી ડીટેઇલ કરી પોલીસ સાથે લઈ જવામાં આવ્યું હતું
દાહોદ જિલ્લાના સંજેલીમા બે દિવસ અગાઉ કાવડના મુવાડા ગામેથી મેથાણ સુઘી વરરાજા બે મહિલાઓ સાથે જેસીબી માં સવાર થઈ જાન લઈને પરણવા પહોંચ્યો હતો.વરરાજાના મિત્રોએ તેમના મિત્રના લગ્ન યાદગાર બને અને અને કંઈક નવું કરવાની ઘેલછામાં જેસીબીને ફૂલોથી શણગારી જાન લઈ જવામાં આવી હતી. આ વિડીયો વાયરલ થયા બાદ દાહોદ પોલીસ એકશનમાં આવી હતી.અને જેસીબી માં જોખમી સવારી લઈ જવા બાબતે Gj-35-S-0697 નંબરનો જેસીબી ડીટેઇન કર્યો હતો અને જેસીબી ના ચાલક અરવિંદ રમણ નીનામા રહેવાસી ભુગેડી તાલુકો સંતરામપુરની અટકાયત કરી હતી