
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
*ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત બુથોની મુલાકાત લેતા ચુંટણી અધિકારીશ્રી એ. કે. ભાટિયા*
ઝાલોદ તા. ૧૧
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા સામાન્ય ચૂંટણીનાં સંદર્ભમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જરૂરી તમામ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
ઝાલોદ નગરપાલિકા ચુંટણી અધિકારીશ્રી એ. કે. ભાટિયા ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી. આર. પટેલ સાહેબ અને ઝાલોદ મદદનીશ ચુંટણી અધિકારી એસ એમ પરમાર અને ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઇશ્રી એચ. સી. રાઠવા સાહેબની ઉપસ્થિતિમાં સમગ્ર ઝાલોદ નગરપાલિકા વિસ્તારના ચુંટણીના દરેક બુથોની મુલાકાત સાથે દરેક બુથો પર પાણીની સુવિધા અને દિવ્યાંગ મતદારો મતદાન કરવામાં આવે તો દિવ્યાંગ મતદારો ને અગવડ ન પડે તે માટે રેમ્પ ની સુવિધા કરવાં માટે પણ કર્મચારીઓને સુચનાઓ આપવામાં આવી હતી
ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી અંગે જે બિલ્ડીંગોમાં મતદાન થનાર છે, તે મતદાન બુથોની બિલ્ડીંગની ચુંટણી અધિકારી એ. કે. ભાટિયા, ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી. આર. પટેલ, ઝાલોદ મદદનીશ ચુંટણી અધિકારી એસ એમ પરમાર સાહેબ દ્વારા વિઝીટ કરવામાં આવી હતી.
આ વેળાએ તેઓની સાથે ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી. આર. પટેલ, ઝાલોદ મદદનીશ ચુંટણી અધિકારી એસ એમ પરમાર, ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી એચ. સી. રાઠવા નાયબ, મામલતદારશ્રી તેજસ અમલીયાર અને નગરપાલિકા કર્મચારીઓ અન્ય સ્ટાફ જોડાયેલો રહ્યો હતો. તમામ મતદાન મથકોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું, તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ તથા અન્ય અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચુંટણી અધિકારી ઝાલોદ નગરપાલિકા અને પ્રાંત અધિકારીશ્રી એ મતદારોને સંપૂર્ણપણે સુરક્ષાનો સંદેશો પાઠવ્યો હતો.