
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના નકલી NA કેસ: બે સરકારી બાબો સહિત ચાર આરોપીઓને હાઇકોર્ટે જામીન આપ્યા…
દાહોદ તા.11
દાહોદના બોગસ બિનખેતી પ્રકરણમાં જેલવાસો ભોગવી રહેલા ચાર આરોપીઓના ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.જેમાં તત્કાલીન સર્કલ ઓફિસર તાલુકા પંચાયત દાહોદ અને તત્કાલીન ટીડીઓ સહિત અન્ય બે આરોપીઓ મળી કુલ ચાર આરોપીઓને જામીન મળ્યા હોવાનું જાણવા મળે છે.
દાહોદમાં નકલી બીન ખેતી પ્રકરણએ દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર તેમજ ચકચાર મચાવી મૂક્યો હતો.જેમાં દાહોદ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા જે તે સમયે તપાસનો ધમધમાટ આરંભ કરી આ નકલી બિનખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ સહિત ભુમાફિયાઓ, દલાલો, મિલકતદારો તેમજ સરકારી બાબુઓની સામે કાયદેસરની પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જેમાં અનેક લોકોની નકલી બીનખેતી પ્રકરણમાં સંડોવણી બહાર આવતા દાહોદ પોલીસ દ્વારા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.જેમાં ભૂતકાળમાં કેટલાક આરોપીઓના જામીન પણ મંજૂર થઈ ચૂક્યા છે ત્યારે હાલમાં પણ ઘણા એવા આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે.જોકે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતાં જેલવાસો ભોગવી રહેલા ચાર આરોપીઓએ હાઇકોર્ટમાં જામીન અરજી મુકી હતી જેમાં. હારુંન પટેલ, મુસ્તુફા જીરુવાલા,તત્કાલીન સર્કલ ઓફિસર તાલુકા પંચાયત દાહોદ એમ.કે. તાવીયાડ અને તત્કાલીન ઇન્ચાર્જ ટીડીઓ જી.એમ. બારીયાનાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં તેઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.