Wednesday, 12/03/2025
Dark Mode

બાળકી ને ડામ આપનાર વ્યક્તિ ભૂવો ન હોવાનું સામે આવ્યું: બાળકીને દવાખાનામાંથી ડિસ્ચાર્જ કરાઇ.. દાહોદ તાલુકાના હિમાલા ગામે ૪ માસની માસુમને ડામ આપનાર ઈસમને પોલીસે રાઉન્ડ અપ કર્યો..

February 7, 2025
        2155
બાળકી ને ડામ આપનાર વ્યક્તિ ભૂવો ન હોવાનું સામે આવ્યું: બાળકીને દવાખાનામાંથી ડિસ્ચાર્જ કરાઇ..  દાહોદ તાલુકાના હિમાલા ગામે ૪ માસની માસુમને ડામ આપનાર ઈસમને પોલીસે રાઉન્ડ અપ કર્યો..

રાજેશ વસાવે :- દાહોદ 

બાળકી ને ડામ આપનાર વ્યક્તિ ભૂવો ન હોવાનું સામે આવ્યું: બાળકીને દવાખાનામાંથી ડિસ્ચાર્જ કરાઇ..

દાહોદ તાલુકાના હિમાલા ગામે ૪ માસની માસુમને ડામ આપનાર ઈસમને પોલીસે રાઉન્ડ અપ કર્યો..

બીમાર હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ગામના વૈદિક જાણકાર પાસે લઇ જતાં મામલો સામે આવ્યું..

દાહોદ તા. ૦૬

દાહોદ તાલુકાના હિમાલા ગામે એક ચાર માસની માસુમ બાળાને તાવ, ન્યોમોનીય જેવો રોગ થતાં પરિવારજનો દ્વારા તેને ગામના એક બડવા પાસે લઈ જઈ છાતીના ભાગે ડામ આપતાં માસુમ બાળાની તબીયત લથડતા તાત્કાલિક પરિવારજનો દ્વારા માસુમ બાળાને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જોકે આ મામલે પોલીસે ઉપરોકત કહેવાતા ભુવાની અટકાયત કરી તપાસ કરતા ઉપરોક્ત વ્યક્તિ ભુવો ન હોવાનું સામે આવ્યો હતો.

 

 

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ઘરાવતો જિલ્લો છે અહીંયા આદીઅનાદી કાળથી અનેકો પરંપરાઓ અને માન્યતાઓ રહેલી છે તે આજના કલયુગમાં પણ કેટલીક જગ્યાએ ઉપયોગમાં લેવાતી હોય છે અને તેના કારણે બાળકો જયારે બીમાર રહે અથવા અસ્વસ્થ રહે તેવા સમયે હોસ્પિટલની જગ્યાએ પરંપરા મુજબ ગામના વૈદિક જાણકાર લોકો પાસે જતા હોય છે તેજ પ્રમાણે રાછરડા હિમાલા ગામે ગઈ કાલે બાળકી જોડે વૈદિક જાણકાર ભગાભાઈ દલાભાઈ દ્વારા ડામ દીધા હોય તેવી ઘટના બની હતી અને બાળકીને શ્વાસ લેવામાં અને શરદી ખાંસીની તકલીફ થતી હોવાની સમસ્યાના કારણે હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ગામના વૈદિક જાણકાર પાસે લઈ જવાઈ હતી ત્યાં આદિવાસી સમાજની રૂઢી પરંપરા મુજબ બાળકીને સોઈ ગરમ કરી પેટના ભાગે ધામલા દેવાયા હતા એટલે ડામ દેવામાં આવ્યા હતા જ્યારબાદ પણ બાળકીના સ્વાસ્થ્યમાં સુધાર ન આવતા 4 માસની બાળકીને દાહોદના ખાનગી હોસ્પિટલ લવાય હતી જ્યાં તેની સારવાર કરાઈ હતી પરંતુ આ સમાચાર વાયુવેગે વાયરલ થતા અલગ અલગ માધ્યમોમાં ચાલ્યા હતા જેથી આરોગ્ય વિભાગ અને પોલીસ બન્ને દોડતા થયા હતા જયારે ભોગ બનનાર બાળકીના પરિવારનો પોલીસે સંપર્ક કર્યો ત્યારે પોલીસને જાણવા મળ્યું હતુંકે બાળકીને સોઈના ડામ આપનાર વૃદ્ધ ભુવો કે તાંત્રિક વિધિ કરવા વાળો વ્યકતી નથી એ માત્રને માત્ર વૈદક પ્રકારનો ઈલાજ કરે છે જેથી આવી ઘટના બનવા પામી હતી પરંતુ આ મામલે પોલીસે આરોપી ભગાભાઈ દલાભાઈને રાઉન્ડ અપ કરાયો હતો અને જણાવાયું હતુંકે અટકમાં લેવાયેલો આરોપી ભુવો કે તાંત્રિક વિધિ કરવા વાળો નથી જેથી આરોપીને ભુવો કે તાંત્રિક ના કહી શકાય જોકે હાલતો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેના ઉપર ભારતીય ન્યાય સંહિતા અને ચાઈલ્ડ પ્રોટેક્શન એક્ટ મુજબ તેના ઉપર ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!