
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ:ઘાંચીવાડા વિસ્તારમાં એક જ રાતમાં એક જ સોસાયટીમાંથી ત્રણ બાઈકોની ચોરીથી ફફડાટ!
દાહોદ તા.૦૬
દાહોદના ઘાંચીવાડા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં દત્રોજ ચોરીના મકરવિરાજા સાથે આવેલા અજાણ્યા વાહન ચોરોએ ત્રણ બાઈકો ની ચોરી કરી ભાગી ગયા હતા. જેના લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. જોકે આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ પોલીસને પડકાર પડકાર ફેંકી તસ્કરો એ ત્રણ બાઈકો ની ઉઠાતરી કરી છે. જે બાદ પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદ શહેરમાં બાઈક ચોર ટોળકીઓ પુનઃ સક્રિય થઈ હોય તેમ જોવાઈ રહ્યું છે. જેમાં પરમ દિવસ તારીખ ૪-૨-૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા, માળીના ટેકરા ખાતે આવેલ સાજી સોસાયટીમાં બાઈક ચોર ટોળકી ત્રાટકી હતી. અને પોતાનો કસબ અજમાવી અખ્તરભાઈની ગલીમાં રહેતા સલીમભાઈ ચાંદબાબુ લખારાની તેના ઘરના આંગણામાં લોક મારીને પાર્ક કરેલી રૂપિયા ૨૦ હજારની કિંમતની જીજે ૨૦ એબી -૯૫૮૫ નંબરની વર્ષ ૨૦૧૫ ના મોડલની લાલ કલરની હોન્ડા સાઈન મોટરસાયકલ તથા હુસૈનભાઇ યુનુસભાઈ શેખની તેમના ઘરના આંગણામાં લોક મારીને પાર્ક કરેલ રૂપિયા ૨૦ હજારની કિંમતની વર્ષ ૨૦૧૩ ના મોડલની જીજે ૨૦ ક્યુ-૧૬૫૭ નંબરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૪૦,૦૦૦/-ની કિંમતની બે મોટર સાયકલો ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે દાહોદ મોટા ઘાંચી વાડા, માળીનો ટેકરો, સાજી સોસાયટીમાં અખ્તરભાઈની ગલીમાં રહેતા સલીમભાઈ ચાંદબાબુ લખારાએ નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ એ ડિવિઝન પોલીસે મોટરસાયકલ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.