Friday, 14/03/2025
Dark Mode

સંજેલી મસ્જિદ રોડ પર ગટર,નાળા નાખવા પંચાયતને રજૂઆત કરાઇ..

February 7, 2025
        945
સંજેલી મસ્જિદ રોડ પર ગટર,નાળા નાખવા પંચાયતને રજૂઆત કરાઇ..

સંજેલી મસ્જિદ રોડ પર ગટર,નાળા નાખવા પંચાયતને રજૂઆત કરાઇ..

સંજેલી ગ્રુપ પંચાયતની નિષ્કાળજીને કારણે ગ્રામજનો પરેશાન..

સંજેલી તા.16

સંજેલી પંચાયતનું રાજાશાહી રાજ પંચાયતના સભ્યનું જ કામ તલાટી અને સરપંચ ન ગાઢતા હોય તો આમ પ્રજાનું શું…સરપંચે ચૂંટણી ટાણે તો મોટા મોટા વાયદા ઓ કર્યા ચૂંટાયા બાદ પદ મળતા તું કોણ અને હું કોણ જેવો માહોલ. શું સરપંચ ચૂંટાયા પછી પદ મળતા જ પાંખો આવી ગઈ..? ક્યાં સુધી પંચાયતના જાડી ચામડીના અધિકારીઓ આવી લાલિયાવાડી ચલાવશે..સંજેલી પંચાયત પર હજારો સમસ્યાની અરજીની રજૂઆત કરવામાં આવી છતાં પણ પંચાયત પર કોઈ પણ જાતની અસર કે ઉચ્ચ કક્ષાએથી એક્શન લેવામાં આવતી નથી જાણે તાલુકા વિકાસ અધિકારી પંચાયત પર મહેરબાન હોય તેમ જોવાઈ રહ્યું છે. કેટલાય દિવસથી સફાઈ કામદારો પણ હડતાળ પર છે સંજેલી નગરમાં પાયાની સુવિધા થી વંચિત જ્યાં જુએ ત્યાં ગંદકી જોવા મળી રહી છે. રોડ,ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી નો પણ અભાવ જોવા મળી રહીયો છે. વેરા ના લાખો રૂપિયા પંચાયતમાં આવ્યા છતાં પણ સફાઈ કામદારો હડતાલ પર આ નાણાનો ગેરવહીવટ થયો હોવાનું લોકોના મુખે ચર્ચા રહી છે. જેને લઇ સંજેલી નગરના અરજદારો સુવિધા થી વંચિત ને લઇ રોષે ભરાયલા અરજદારો પંચાયત થી લઈને તાલુકા થી સ્વાગત અને જિલ્લા સ્વાગત સુધી પહોંચ્યા છતાં પણ જવાબદાર અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી ફક્ત એક જ જવાબ કાલે થઈ જશે.. કાલે થઈ જશે.. ત્રણ વર્ષથી પંચાયતની બોડી બેઠી પછી તેમણે આજ દિન સુધી એક જ જવાબ કાલે થઈ જશે કેવું ગોળ ગોળ જવાબ આપી ગ્રામજનોને ગુમરાહ કરી રહ્યા છે. ક્યાં સુધી આ જંગલ રાજ ચાલશે. એવું બલાપો કાઢી રહ્યા છે.જોકે ગટર નાળા નાખવા માટે સંજેલી પંચાયતના સરપંચને મોબાઈલ થી અનેકવાર કોન્ટેક્ટ કરતા તેમને ફોન ઉપાડવાનું ટાળ્યું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!