Wednesday, 22/01/2025
Dark Mode

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું: ઝાલોદ-દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણીમાં ખરા-ખરીનો જંગ જામશે. 

January 21, 2025
        121
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું: ઝાલોદ-દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણીમાં ખરા-ખરીનો જંગ જામશે. 

રાજેશ વસાવે :- દાહોદ 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું: ઝાલોદ-દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણીમાં ખરા-ખરીનો જંગ જામશે. 

તાલુકા પંચાયત તેમજ ૧ જિલ્લા પંચાયતમાં 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે  

દાહોદ તા.21

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું: ઝાલોદ-દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણીમાં ખરા-ખરીનો જંગ જામશે. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.જેનાં પગલે આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. મનપા અને ન.પા.ની સામાન્ય ચૂંટણીની સાથે યોજવાની છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ છેલ્લા કેટલાય સમયથી એટલે કે બે વર્ષ ઉપરાંત ઝાલોદ તેમજ દેવગઢબારિયા નગરપાલિકાની ધર્મ પૂરી થઈ ગયા બાદ પણ ચૂંટણી ન યોજાતા બે વર્ષ સુધી વહીવટદાર દ્વારા વહીવટ કરવામાં આવ્યું હતું જો કે હવે બંને નગરપાલિકાની સાથે દાહોદ જિલ્લામાં એક જિલ્લા પંચાયત સીટ તેમજ તાલુકા પંચાયતની 7 બેઠકો પર આગામી 16 મી ફેબ્રુઆરીના દિવસે મતદાન યોજાશે અને 18 મી ફેબ્રુઆરીના દિવસે મત ગણતરી યોજવાની છે ત્યારે આજથી આચારસંહિતા અમલમાં આવતા ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારી કરી દેવામાં આવી છે.

*ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ જામશે.*

ઝાલોદ નગરપાલિકા આમ તો રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઝાલોદનું રાજકારણ જુદું છે. ત્યાંના સમીકરણો જુદા છે. અહીંયા યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને તાકાતવર રાજકીય પક્ષ તરીકે બહાર આવ્યા છે. તારે હવે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં કોણ મેદાન મારશે તે હાલ કહેવું મુશ્કેલ ભર્યું છે.પરંતુ ગત નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના 14 કાઉન્સિલરો તેમજ ભાજપના આઠ કાઉન્સિલરો ચુંટાયા હતા. જ્યારે છ જેટલા અપક્ષ ઉમેદવારોએ ભાજપ કોંગ્રેસ બંનેને હરાવી નગરપાલિકાના બોર્ડ બનાવવામાં અહમ ભૂમિકા ભજવી હતી. જેમાં પ્રથમ અઢી વર્ષની મુદતમાં ઝાલોદ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બન્યું હતું. ત્યારબાદ અઢી વર્ષની મુદત વિત્યા પછી કોંગ્રેસના 4 અને અપક્ષના ચાર સભ્યોને ભાજપમાં સમાવેશ થતા ભાજપનું સંખ્યાબળ 16 થતા બાકીના અઢી વર્ષ માટે ભાજપનું બોર્ડ બન્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ નગરપાલિકામાં સાત વોર્ડમાં 28 કાઉન્સિલરો નો સમાવેશ થાય છે.ગત ટર્મમાં ભાજપના અગ્રણી નેતા હિરેન પટેલની હત્યા થયા બાદ સંખ્યાબળ 27 પર આવી ગયું હતું. એટલું જ નહીં ગત લોકસભાની ચૂંટણીમાં ઝાલોદનગરમાં 24,603 મતદારો નોંધાયા હતા. જોકે છેલ્લી ચાર ચૂંટણીની વાત કરીએ તો ત્રણ વખત ભાજપે તેમ જ એક વખત કોંગ્રેસે બોર્ડ બનાવ્યું હતું.

*દેવગઢ બારીયા નગરપાલિકામાં આ વખતે ત્રિકોણીય જંગ જામશે.?*

દેવગઢ બારીયા નગરપાલિકાના છ વોર્ડમાં 24 કાઉન્સિલિલરોનો સમાવેશ થાય છે. જેમા ગત ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના 12-12 કાઉન્સિલરો ચૂંટાયા હતા.જેમાં વહીવટ કોણ કરશે તે માટે ગજગ્રાહ થતાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી જેમાં ભાજપનુ નામ સામે આવતા દેવગઢ બારીયા નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું હતું. જોકે આ વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવાની હોય આ વખતે દેવગઢબારિયા નગરપાલિકામાં ત્રિકોણીય જંગ જામવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

*દાહોદ જિલ્લામાં ૭ તાલુકા પંચાયતોની બેઠકમાં ચૂંટણી યોજાશે.*

(૧) દેવગઢ બારીયા – 19 પીપલોદ -1 (અનુસૂચિત આદિજાતિ)

(૨) દાહોદ – 27 નગરાલાં (અનુસૂચિત આદિજાતિ)

(૩) ઝાલોદ – 17 કારઠ -1(અનુસૂચિત આદિજાતિ)

(૪) ઝાલોદ – 8 ધાવડીયા (અનુસૂચિત આદિજાતિ)

(૫) લીમખેડા – મોટીબાંડીબાર 16 (અનુસૂચિત આદિજાતિ)

(૬) ગરબાડા -24 ઝરીબુઝુર્ગ – 2 (અનુસૂચિત આદિજાતિ)

(૭) ધાનપુર – 13 નાકટી (અનુસૂચિત આદિજાતિ)

*જિલ્લા પંચાયતની એક બેઠક પર ચૂંટણી યોજાશે..*

(1) દાહોદ – 38 પીપેરો અનુસૂચિત આદિજાતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!