દાહોદમાં આજે વધુ 1કોરોના સંક્રમિત દર્દી નોંધાતા એક્ટિવ કેસોનો આંક ૧૦ પર પહોંચ્યો..

Editor Dahod Live
1 Min Read

ધ્રુવ ગોસ્વામી , દાહોદ 

દાહોદ તા.૦૨

દાહોદમાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં એક્ટીવ કેસનો આંકડો ૧૦ને પાર થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં હવે કોરોના ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. કોરોનાના દિવસે દિવસે વધતાં કેસોને પગલે આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કામગીરી આરંભ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આજે આર.ટી.પી.સી.આર.ના ૧૧૧ પૈકી ૦૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. આ ૦૧ કેસ દાહોદ અર્બનમાંથી સામે આવ્યો છે. આજે રેપીટ ટેસ્ટ મળી કુલ ૧૧૪૯ કોરોના ટેસ્ટ થયાં હતાં.દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૧૫૬ને પાર થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૩૩૯ લોકોએ પોતાનો જીવ ગુમાવી ચુંક્યાં છે. કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરના ભણકારા વચ્ચે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સમેત વહીવટી તંત્રએ આગોતરી તૈયારીઓના ભાગરૂપે હોસ્પિટલમાં બેડોની વ્યસ્થા વધારવા તરફ પણ ધ્યાન આપી રહ્યાં છે.

————————–

Share This Article