પવિત્ર દૂધિમતી નદીના કિનારે ગૌવંશ કટીંગ કરતા ત્રણ પૈકી બે વોન્ટેડ..
દાહોદ પોલીસે બે દિવસ અગાઉ ગૌમાંસ સાથે પકડાયેલા આરોપીનું કસ્બા વિસ્તારમાં સરઘસ કાઢ્યું…
દાહોદ તા. ૩૦
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં દુધિમતી નદીના કિનારે બે દિવસ અગાઉ ગૌમાંસ સાથે પકડાયેલા આરોપીનું પોલીસે આજે તેના જ વિસ્તારમાં વરઘોડો કાઢયો હતો. સાથે સાથે આ પ્રકરણમાં અન્ય વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
દાહોદ શહેરના દુરીમતી નદીના કિનારે ગૌમાસ કટીંગ થતો હોવાની વાતની ગૌરક્ષા દળને થતા ગૌરક્ષા દળની ટીમે દાહોદ પોલીસને જાણ કરી હતી. જે સંદર્ભે દાહોદ એ ડિવિઝનના પીઆઇ અનિરુદ્ધ કામળિયા સહિતની ટીમે દરોડો પાડી શહેરના મોટા ઘાંચીવાડ જુમા મસ્જિદ પાસેના રહેવાસી સુફિયાન સિકંદર સડું ને ઝડપી 15000 કિંમતનો 150 કિલો માસનો જથ્થો એક મોટરસાયકલ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન અદન અલ્તાફ કુરેશી રહેવાસી ફાતેમા મસ્જિદ કસબા તેમજ વસીમ ઉર્ફે રાજા ઈસ્માઈલ સદુ રહેવાસી જુમ્મા મસ્જિદ ઘાંચીવાડ સહિતના બે ઈસમો ભાગી છુટવામાં સફળ થયા હતા. ઉપરોક્ત બનાવવામાં પોલીસે ઝડપાયેલો માસનો જથ્થો એફએસએલમાં મોકલતા એફએસએલના રિપોર્ટમાં પકડાયેલો માસનો જથ્થો ગૌવંશનો હોવાનું સામે આવતા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઇસમો સામે કાયદેસર નો ગુનો દાખલ કરી પકડાયેલા સુફિયાન સિકંદર ને સાથે રાખી શહેરના કાચબા વિસ્તારમાં ઉપરોક્ત આરોપીનો સરઘસ કાઢ્યો હતો. તેમજ બંને વોન્ટેડ આરોપીના ઘરે જઈ તપાસ હાથ ધરી હતી.