બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી*
*વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવાની ઘોષણા 14 ઓક્ટોબર 1992 થી કરવામાં આવેલ છે*
સુખસર,તા.3
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં તારીખ 3 ડિસેમ્બર ના રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ગુરુજીઓ દ્વારા દિવ્યાંગ કોને ગણી શકાય તેની સાથે આપણે કેવો વ્યવહાર કરી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને જણાવ્યું હતું કે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવાની ઘોષણા 14 ઓક્ટોબર 1992 ના રોજ કરવામાં આવી હતી.વિશ્વની વસ્તીના 15% લોકો એક યા બીજી રીતે વિકલાંગતાના ભોગ બનેલા છે.વિકલાંગ વ્યક્તિને યોગ્ય તાલીમ આપવાથી તેને યોગ્ય તક આપીને તેને આત્મા નિર્ભર બનાવી શકાય છે.શારીરિક રીતે વિકલાંગ લોકોને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે વૈશ્વિક મંચ પર વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેવી માહિતી આપવામાં આવી હતી.તથા ગામમાં દિવ્યાંગો વિશે ચર્ચા કરવામાં આવી હતી.સાથે શાળામાં દિવ્યાંગ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથે તેમની સાથે સારો વ્યવહાર રાખવો, તેમને મદદરૂપ થવું અને દરેક જગ્યાએ આવા વ્યક્તિઓને પહેલા તક આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.સાથે સૂરદાસ મદનલાલ હેલન કેલર એવા સફળ દિવ્યાંગો વિશે દ્રષ્ટાંત આપીને દિવ્યાગોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.