Saturday, 05/04/2025
Dark Mode

મનરેગામાં 21 કામો કાગળ પર બતાવી લાખોનું કૌંભાડનો પર્દાફાશ:DDO ની કાર્યવાહીથી ખળભળાટ.. દે.બારીઆ મનરેગાના ટેક્નિકલ આસિસ્ટન્ટ અને જી.આર.એસ. દ્રારા 18.41 લાખના બોગસ કામો બતાવી કૌભાંડ આચરતા છુટા કરાયા..

October 15, 2024
        9089
મનરેગામાં 21 કામો કાગળ પર બતાવી લાખોનું કૌંભાડનો પર્દાફાશ:DDO ની કાર્યવાહીથી ખળભળાટ..  દે.બારીઆ મનરેગાના ટેક્નિકલ આસિસ્ટન્ટ અને જી.આર.એસ. દ્રારા 18.41 લાખના બોગસ કામો બતાવી કૌભાંડ આચરતા છુટા કરાયા..

મનરેગામાં 21 કામો કાગળ પર બતાવી લાખોનું કૌંભાડનો પર્દાફાશ:DDO ની કાર્યવાહીથી ખળભળાટ..

દે.બારીઆ મનરેગાના ટેક્નિકલ આસિસ્ટન્ટ અને જી.આર.એસ. દ્રારા 18.41 લાખના બોગસ કામો બતાવી કૌભાંડ આચરતા છુટા કરાયા..

દાહોદ તા. 15

મનરેગામાં 21 કામો કાગળ પર બતાવી લાખોનું કૌંભાડનો પર્દાફાશ:DDO ની કાર્યવાહીથી ખળભળાટ.. દે.બારીઆ મનરેગાના ટેક્નિકલ આસિસ્ટન્ટ અને જી.આર.એસ. દ્રારા 18.41 લાખના બોગસ કામો બતાવી કૌભાંડ આચરતા છુટા કરાયા..

દાહોદ જીલ્લાની દેવગઢ બારીઆ તાલુકા પંચાયતની મનરેગા શાખાના કર્મચારીઓએ લવારીયા ગામે માત્ર કાગળ પર કામો બતાવી લાખ્ખો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરતા હોવાની રજુઆત મળતા જીલ્લા વિકાસ અધિકારીએ નિષ્પક્ષ તપાસ કરાવતા લાખ્ખો રૂપિયાનુ કૌભાંડ બહાર આવતા મનરેગા શાખાના ટેક્નિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ રોજગાર સેવકને તાત્કાલિક અસરથી નોકરી પરથી કાયમી છુટા કરવાનો જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરે હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

 

દાહોદ જીલ્લામા એક બાદ એક કૌભાંડો બહાર આવી રહ્ય છે, નકલી કચેરીથી શરૂઆત થયેલ કૌભાંડનો સિલસીલો થંભી જ નથી રહ્યો, નકલી કર્મચારીઓ, નકલી એનએના હુકમ કાંડની તપાસ હજી ચાલી જ રહી છે, તેવા સમયે હવે દેવગઢ બારીઆ તાલુકા પંચાયતની મનરેગા શાખા ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે, જેમાં લવારીયા ગામમા મનરેગા શાખાના ટેક્નિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ રોજગાર સેવક દ્વારા 21 કામો માત્ર કાગળ પર બતાવી રૂપીયા 18.41 લાખની ચુકવણી કરી દેવાની ઘટના પ્રકાશમા આવી હતી, લાખ્ખો રૂપિયાના કૌભાંડમા સરકારી તંત્રએ 2 કરાર આધારિત કર્મચારીઓને નોકરી પરથી છુટા કર્યા છે.

 

છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ભ્રષ્ટાચાર મામલે દાહોદ જીલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચાના કેન્દ્રમા આવ્યો છે. તેમાંયે નકલી કચેરીઓ મારફતે સરકારી ગ્રાન્ટના 25 કરોડ રૂપિયા ચાંઉ કરી લેવાયા તેમજ નકલી એનએ હુકમો દ્રારા જમીન બિનખેતી કરી સરકારના કરોડો રૃપિયાના પ્રિમિયમની ચોરી કરવાના કૌભાંડ બાદ આખુયે તંત્ર વગોવાઈ ગયુ છે. તેવા સમયે વર્ષોથી ભ્રષ્ટાચારની ગંગોત્રી ગણાતી ડીઆરડીએ કચેરી દ્રારા અમલીકરણ કરાતી મનરેગા યોજનામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો ભાંડો ફુટયો છે. જેમાં દેવગઢ બારીઆ તાલુકાના લવારીયા ગામમાં મનરેગા યોજના અંતર્ગત જે કામો કરવામાં આવ્યા હતા, તે માંથી 79 કામો બોગસ હોવાની અરજી કમિશ્નર ગ્રામ વિકાસમાં કરવામા આવી હતી. જેની તપાસ સ્થાનીક કક્ષાએ કક્ષાએથી કરવાનો હુકમ ફરમાવવામા આવ્યો હતો.જે હુકમ આધારે તપાસ ટીમ દ્રારા કામો સ્થળ ઉપર થયા છે કે કેમ? તેની ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં જુદા જુદા 21 કામો સ્થળ ઉપર થયા જ ન હતા, અને તે કામો કાગળ ઉપર પુર્ણ થયાનુ બતાવીને સરકારની તિજોરી માંથી 18.41 લાખ રૂપિયા પણ ચુકવાઈ ગયા હતા. જેથી દેવગઢ બારીઆ મનરેગા શાખામા 11 માસના કરાર પર નોકરી લાગેલા ટેકનીકલ આસિસ્ટન્ટ મનિષ પટેલ અને જીઆરએસ બારીઆ કાંતિભાઈ ધનસુખલાલને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરે ફરજ પરથી છુટા કરવાનો હુકમ કર્યા છે.જોકે દેવગઢ બારીઆ તાલુકામા મનરેગા શાખામા કૌભાંડની અનેક ગામો માંથી રજુઆતો સ્થાનીક અને જીલ્લા કક્ષાએ મળતી હોય છે, ત્યારે તંત્ર દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામા આવે તો કરોડો રૂપિયાનુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા દેવગઢ બારીઆ તાલુકામા ચાલતા ભ્રષ્ટાચારની તપાસ એસ.આઈ.ટી મારફતે કરાવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
19:52