Wednesday, 02/04/2025
Dark Mode

વિકાસ સપ્તાહ-દાહોદ* *જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદની મુલાકાત લીધી*

October 12, 2024
        2010
વિકાસ સપ્તાહ-દાહોદ*  *જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદની મુલાકાત લીધી*

રાજેશ વસાવે :- દાહોદ 

*વિકાસ સપ્તાહ-દાહોદ*

*જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદની મુલાકાત લીધી*

*કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના આધ્યુનિક સંસાધનોનું કલેકટરશ્રીએ નિરીક્ષણ કર્યું*

દાહોદ તા. ૧૨

વિકાસ સપ્તાહ-દાહોદ* *જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદની મુલાકાત લીધી*

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જન-જનમાં ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. વિકાસ સપ્તાહના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ છે. 

વિકાસ સપ્તાહ-દાહોદ* *જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદની મુલાકાત લીધી*

જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન કલેકટરશ્રીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવતાં વિવિધ સંશોધનો તેમજ પ્રયોગશાળા થતી વિવિધ પદ્ધતિઓ જેવી કે, RKVY પ્રોજેકટ અંતર્ગત સંકલિત કૃષિ પદ્ધતિમાં કમ્પોસ્ટ બનાવવાના વિવિધ નિદર્શન યુનિટો જેવા કે નાડેપ પધ્ધતિ, વર્મીકમ્પોસ્ટ પધ્ધતિ, બેંગલોર પધ્ધતિ, વર્મીવોશ, કોઈમ્બતુર પધ્ધતિ, અઝોલા યુનિટ તેમજ પરંપરાગત પધ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં પ્રાકૃતિક કૃષિ હેઠળના વિવિધ નિદર્શન એકમો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, નિમસ્ત્રા, અગ્નિસ્ત્ર, વિગેરે તેમજ ડેરી યુનિટ, બકારપાલન તેમજ મરઘાંપાલન ના નિદર્શન એકમોની મુલાકાત લીધી હતી..

વિકાસ સપ્તાહ-દાહોદ* *જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદની મુલાકાત લીધી*

મુલાકાત દરમ્યાન ખારેકની કરતા ભાઠીવાડાના ખેડૂતશ્રી મેડા દિનેશભાઇએ ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી માટેના પાયલોટ પ્રોજેકટ હેઠળ ખારેકના રોપાનું નિરીક્ષણ કરીને ફળપાક વિશે માહિતી મેળવી હતી. મેડા દિનેશભાઇની વાત કરીએ તો બાગાયતી વિભાગ થકી આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા ડેવલોપ કરેલ ટીસ્યુ કલ્ચર ખારેકની આણંદ ખારેક ૧ ની ખેતી વ્યાપ અને વિસ્તાર દાહોદ જિલ્લામાં વધે તે માટે પાયલોટ પ્રોજેકટ હેઠળ વનબંધુ કલ્યાણ યોજના, ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ ખાસ ટ્રાયબલ સબ પ્લાન, વનબંધુ કલ્યાણ યોજના, ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ ખાસ ટ્રાયબલ સબ પ્લાન તેમજ દાહોદની સહાય યોજના હેઠળ બાગાયતી ફળપાક કરવા માટે વિવિધ યોજનાની આર્થિક સહાય પણ મળી હતી.

આ સાથે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના વિવિધ વિભાગો, સંશોધન કેન્દ્ર સહિત થતી કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કરીને તેની નોંધ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેતીને લગતા સંશોધનો કરીને ખેડૂતોને કઈ રીતે લાભકારી બની શકે તે માટેના સતત પ્રયત્નો સહિત સમગ્ર દાહોદ જિલ્લાના ખેડૂતોને ખેતી સંલગ્ન વિવિધ વિષયો અંગેની તાલીમો પણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!