
*શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન ગવર્મેન્ટ આર્ટસ કોલેજ શહેરા ખાતે ટેકવાન્ડો સ્પર્ધા યોજાઈ*
*માલવણ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાનિયા મલેક સતત બે મેચ જીતી આંતર કોલેજ ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો*
સુખસર,તા.6
આજ રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ શહેરા ખાતે ભાઈઓ અને બહેનોની ટેક્વાન્ડો સ્પર્ધા યોજવામાં આવી હતી્જેમાં વિવિધ વજન કેટેગરી ધરાવતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં શ્રી એન.કે મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટ્સ કોલેજ, માલવણની બી.એ સેમ-3 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાનિયા મલેક અંડર 49 કિલોગ્રામની કેટેગરીમાં સતત બે મેચ જીતીને આંતરકોલેજ ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.હવે તે ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તરફથી રમવા જશે.જે માલવણ કોલેજ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે.આ રમત માટે પ્રોત્સાહિત કરનાર સંસ્થાના આચાર્ય ડૉ.સી.એમ.પટેલ તેમજ ફિઝિકલ ડાયરેક્ટર ડૉ.નરેશ મૌર્યનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.