રાજેશ વસાવે :- દાહોદ
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા જિલ્લા પંચાયતના સભ્ય નિરજ મેડાની DDO ને રજૂઆત..
દાહોદ તાલુકામાં વર્ષ 2018માં થયેલા સર્વે મુજબ મંજૂર થયેલા લાભાર્થીઓને લાભ આપવા જિલ્લા પંચાયતના સભ્ય નિરજ મેડાની રજૂઆત..
દાહોદ તા. 18
દાહોદ તાલુકામા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ લાભાર્થીઓને આવાસનો લાભ મળે તે માટે જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરવામા આવી હતી.
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જીલ્લો છે, જેમા ગ્રામ્ય વિસ્તારમાં લોકો કાચી માટીના ઘરો બનાવીને વસવાટ કરતા હોય છે, જેને લઈને આવા ગરીબ લોકોને પાકુ મકાન બનાવી શકે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામા આવી હતી, જે આવાસનો લાભ આપવા માટે સરકારે વર્ષ 2018 માં પ્રધાનમંત્રી આવાસ પોર્ટલના માધ્યમથી ગામે ગામ સર્વે કરી કાચા મકાનોના ફોટા પાડીને અપલોડ કરવામા આવ્યા હતા, જે લાભાર્થીઓને સરકાર દ્વારા તબક્કા વાર આવાસની સહાયની રકમ ચુકવી રહી છે, પરંતુ હવે સરકાર દ્વારા મંજુર થયેલા લાભાર્થીઓના હાલમાં રહેલ આવાસના ફોટા પાડી ફરીથી લાભાર્થીઓનું વેરીફીકેશન કરી લાભાર્થીઓને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નહિ મળે તે પ્રકારની કામગીરી કરી લાભાર્થીઓનો હક છીનવવાની પ્રયાસ કરવામા આવતા દાહોદ જીલ્લા પંચાયતના સભ્ય નિરજ મેડાની આગેવાનીમા દાહોદ તાલુકાના નાગરિકોએ જીલ્લા વિકાસ અધિકારીને મંજુર થયેલી યાદી મુજબના જીલ્લા વિકાસ અધિકારીને મંજુર થયેલી યાદી મુજબના લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
દાહોદ જીલ્લાની ખરોદા જીલ્લા પંચાયત બેઠકના સભ્ય નિરજ મેડાએ જણાવ્યુ હતુ કે, દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જીલ્લો છે, વર્ષ 2018મા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સર્વે કરીને કાચા મકાનોને પાકા બનાવવાની પ્રધાનમંત્રી મોદીએ નિર્ણય કર્યો છે, જેને લઈને તંત્ર દ્રારા ચાર થી પાંચ વાર સર્વે કરવામા આવ્યો હતો અને હવે જ્યારે લાભાર્થીના આવાસ મંજૂર થયા છે ત્યારે ફરીથી જીલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ફરીથી સર્વે કરવામા આવી રહ્યો છે અને જે લાભાર્થીના મકાનની દિવાલ પાકી હોય તેમને આ આવાસની યાદીમાંથી બહાર કરી દેવામા આવ્યા છે. વર્ષ 2018મા જ્યારે આવાસ યોજના માટે સર્વે કરવામા આવ્યો ત્યારે મકાનની દિવાલો કાચી જ હતી, પરંતુ આવાસ મંજુર થઈ ગયેલ હોવાનુ માની ને ચાંદલા વિધિ તેમજ ઉછીના પૈસા લઈને સમાજના સહકારથી પાકી દિવાલ ઉભી કરેલી છે, જેથી આવા જરૂરિયાતમંદ લાભાર્થીઓને તેમને મળવાપાત્ર લાભ મળે તે માટે જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી