દાહોદ જિલ્લાના ધોવાયેલા રસ્તાઓની મરામત કરતો માર્ગ અને મકાન વિભાગ*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લાના ધોવાયેલા રસ્તાઓની મરામત કરતો માર્ગ અને મકાન વિભાગ*

*તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે – કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા*

દાહોદ તા. ૨

૨૦૨૪ માં વર્ષના ચોમાસાએ જાણે અમુક જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ગુજરાત રાજ્યને ધમરોળ્યું હતું. સાંબેલાધાર વરસાદે માનો ગુજરાતભરને પોતાના બાનમાં લીધું હતું. અત્યારે થોડા સમયથી જયારે વરસાદે વિરામ લીધો છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર એક્શન મોડમાં આવીને સતત કાર્ય કરી રહ્યું છે. નુકસાન થયેલ જાન – માલનો સર્વે કરીને હાલ તે માટેના સહાય આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદમાં પણ ભારે વરસાદના કારણે મોટાપાયે લોકોના ઘરો તેમજ પશુઓનું નુકસાન થતા સંબંધિત તમામ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), દાહોદના કાર્યપાલક ઈજનેર સુશ્રી સકીના વ્હોરાએ એ અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપતાં કહ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ દાહોદ દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડતાં કુલ ૮ જેટલા રસ્તાઓ ઓવરટેપિંગના કારણે બંધ થવા પામ્યા હતા. જેમાંથી કુલ ૭ જેટલા રસ્તાઓ માં વાહન – વ્યવહાર જે સ્થગિત થઇ ગયો હતો એને ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો છે. 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઓવર ટોપિંગ અને સ્ટ્રક્ચર ડેમેજના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના રસ્તાઓની મરામત કામગીરી પૂર્ણ થયા ગઈ છે. અત્યાર સુધીમાં માર્ગે ને મકાન વિભાગ દ્વારા કુલ ૧૫૭.૫ કિલોમીટર રસ્તાઓને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરામત કરવામાં આવશે જેમાંથી ૯૧. ૪ કિલોમીટર રસ્તાઓની મરામત કરી દેવામાં આવી છે. ઉપરાંત બાકી રસ્તાઓની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે

૦૦૦

Share This Article