બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર સંગાડા ફળિયાના 37 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોત વહાલુ કર્યું
મૃતક યુવાન છેલ્લા બે વર્ષથી માનસિક સંતુલન ગુમાવી બેઠેલો હતો
સુખસર,તા.30
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ સંગાડા ફળિયામાં માનસિક સંતુલન ગુમાવી બેઠેલા 37 વર્ષીય યુવાને પોતાના મકાનની જોતરી સાથે ખેસયુ બાંધી ગળે ફાંસો ખાતા મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ સંગાડા ફળિયામાં રહેતા વિનોદભાઈ વીરસીંગભાઇ કટારા ખેતીવાડી તથા છૂટક મજૂરી કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.જેઓ છેલ્લા બે વર્ષથી માનસિક રોગથી પીડાતા હતા.જેઓ સોમવાર રાત્રિના અગ્યારેક વાગ્યાના અરસામાં મોટાભાઈ ઈશ્વરભાઈ કટારાના ઘરે આવેલ.અને જણાવેલ કે,મારે પાણી પીવું છે.તેમ કહેતા ઈશ્વરભાઈએ ઓટલા ઉપર
દેગડો ભરેલો છે અને તેમાંથી પાણી પી લે તેમ કહેતા તે પાણી પીને તેના ઘરે જતો રહેલ હતો. ત્યારબાદઘરના સભ્યો ઊંઘી ગયેલા.જ્યારે સવારના ઘરના સભ્યોએ જાગતા વિનોદભાઈ કટારાના મકાનનો દરવાજો બંધ હોય દરવાજો ખટખટાવતા ખોલેલ નહીં. અને દરવાજાની ઉપરની જાળીના ભાગેથી બૂમ મારવા જતા જાળીમાંથી જોયેલ તો વિનોદભાઈ કટારા કેસીયા થી ઘરની જોતરી સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળેલ.જેથી બૂમાબૂમ થતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા.જ્યારે મકાન અંદરથી બંધ હોય મકાનના નળીયા ખોલી મકાનમાં ઊતરી જોતા વિનોદભાઈ ઘરની જોતરી સાથે ગળામાં કેસીયુ બાંધી ગળે ફાંસો ખાધેલ હાલતમાં જણાઈ આવ્યો હતો. વિનોદભાઈ કટારાને જોતરીથી ખેસયુ છોડી લાશને નીચે ઉતારી ખાનગી વાહનમાં સુખસર સરકારી દવાખાને લાવવામાં આવેલ જ્યાં ફરજ ઉપરના તબીબે મરણ ગયેલ હોવાનુ જણાવતા સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
ઉપરોક્ત બાબતે મૃતક વિનોદભાઈ કટારાના મોટાભાઈ ઇશ્વરભાઇ વરસીંગભાઇ કટારાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બીએનએસએસ કલમ-194 મુજબ નોંધ દાખલ કરી પંચનામા બાદ લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપી હતી.અને લાશના પી.એમ બાદ મૃતકની લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.