
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદવાસીઓના સ્વપ્ન સમાન રેલ યોજના વેગવંતી બનશે
દાહોદ- ઈન્દોર રેલ યોજના સત્વરે શરુ કરવા સાંસદની રજૂઆત
ત્રણ દાયકા પહેલા મંજૂર કરાયેલી દાહોદ ઇન્દોર રેલ પરિયોજના આજે પણ અધૂરી..
બદલાતી સરકારો તેમજ સમયના વહેણમાં ઇન્દોર હેલ્પર યોજનાનો ખર્ચ ત્રણ ગણો વધ્યો..
કોરોના કાળમાં છેલ્લા ત્રણ દાયકાથી મંથરગતીએ ચાલતા ઇન્દોર પરિયોજના પ્રોજેક્ટને હોલ્ડ પર મુકાયો હતો
રેલવે મંત્રાલય દ્વારા તમામ ટેન્ડરો રદ કરી પ્રોજેક્ટને હોલ્ડ પર મૂકી દેતા રેલ પરીયોજના પૂર્ણ ખોરંભે પડી હતી..
કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી બંધ પડેલા રેલ પ્રોજેક્ટને પૂનઃ શરૂ કરવા દાહોદના સાંસદની રજૂઆત બાદ આ પ્રોજેક્ટ પૂરો શરૂ થવાના એધાંણ..
ગુજરાત રાજસ્થાન વચ્ચે બ્રીજ નિર્માણની પણ માંગ કરી
દાહોદ તા.૦૩
દાહોદ – ઈન્દૌર રેલ પરિયોજનાને મંજુરી મળીને વર્ષાે વિતી ગયાં છે. કોરોના કાળ દરમ્યાન આ રેલ પરિયોજના ઉપર પણ અસર પડી હતી અને કામકાજ બંધ પડ્યું હતું. અધ વચ્ચે વિવાદોને પગલે પણ કામગીરી ખોરંભે પડી હતી ત્યારે ફરીવાર દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા આ રેલ પરિયોજના શરૂં કરવા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. આ સાથે સાથે પરિવહન મંત્રી નિતિન ગડકરીને પણ પત્ર લખી ખેડાપા (ગુજરાત) તથા રાજસ્થાનની વચ્ચે બ્રીજનું નિર્માણ કરવા માટે રજુઆત કરવામાં આવી છે.
રેલવેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દાહોદ – ઇન્દૌર રેલ પરિયોજનાને રેલવે વિભાગે લાંબા સમયથી બંધ કરી રાખી છે ત્યારે આદિવાસી વિસ્તારના વિકાસ માટે આ યોજનાને પુનઃ શરૂ કરવા માટે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને રજૂઆર કરી છે. જશવંતસિંહ ભાભોરે રજૂઆત કરી હતી કે, માલવા ક્ષેત્રની મહત્વકાંક્ષી ૨૦૪ કિમીની દાહોદ-ઇન્દૌર રેલ પરિયોજનાનું કામ લાંબા સમયથી હોલ્ટ ઉપર રખાયેલું છે. રેલવે વિભાગ મુજબ ૨૦૨૧ – ૨૨ સુધ પરિયોજનાનું કામ પૂર્ણ કરવાનું હતુ પણ ૨૦૨૧ – ૨૨ સુધી આ રૂટ ઉપર ટ્રેન ચલાવવાનું એલાન પણ પુરૂ થતું જાેવાતુ નથી. ૧૨ વર્ષમાં આ રેલવે લાઇનનો ખર્ચ પણ બમણાથી વધુ થઇ ગયો છે. પરિયોજના પૂરી થવાનો લાભ બે રાજ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશને વિષેશ કરીને આદિવાસી વિસ્તારને મળશે અને અહીંના સ્થાનિકોનું સ્થળાંતર રોકાશે અને વિસ્તારની તસવીર અને તકદીર બદલાશે. રેલવે લાઇન નિર્માણ કાર્ય વહેલાંમાં વહેલી તકે શરૂં કરવાની વિનંતિ કરવામાં આવી છે.
આ સાથે સાથે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પરિવહન મંત્રી નિતિન ગડકરીને પણ પત્ર લખી જણાવ્યું છે કે, દાહોદ જિલ્લો જનજાતિય ક્ષેત્ર ધરાવતો જિલ્લો છે જે ગુજરાત તથા રાજસ્થાનની સીમાથી જાેડાયેલ છે. દાહોદ જિલ્લાનો કારોબાર તથા વ્યાપાર વર્ષાેથી રાજસ્થાનથી થતો આવ્યો છે. ખેડાપા (ગુજરાત) તથા રાજસ્થાન જવા માટે કડાણા ડેમનું પાણી વચ્ચે આવે છે જેને પગલે બ્રીજ ન હોવાને કારણે ૪૦ કિ.મી. ફરીને આવન જાવન કરવું પડતું હોય છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો, ખેડુત મિત્રો તથા શાળાએ જતાં બાળકોને ભારે હાલાકીનો તેમજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ખેડાપા (ગુજરાત) તથા રાજસ્થાનની વચ્ચે બ્રીજનું નિર્માણ કરવામાં આવે તે માટે પરિવાહન મંત્રી નિતિન ગડકરીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.
—————————-