Friday, 18/10/2024
Dark Mode

દાહોદ જીલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ યથાવત: ઝરમરિયા વરસાદ તેમજ શીત લહેરના પગલે હિલ સ્ટેશન જેવો માહોલ જામ્યો..

December 2, 2021
        697
દાહોદ જીલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ યથાવત: ઝરમરિયા વરસાદ તેમજ શીત લહેરના પગલે હિલ સ્ટેશન જેવો માહોલ જામ્યો..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે દાહોદ 

દાહોદ જીલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ યથાવત: લીમડી સહીત આસપાસના વિસ્તારમાં બે કલાકના વિરામ બાદ ફરી ઝરમર-ઝરમર કમોસમી વરસાદ યથાવત 

કમોસમી વરસાદના પગલે ધઉ. ચણા. કપાસ. સોયાબીન સાળના વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની ખેડુતોમાં ચિંતા વધી 

વરસાદના પગલે વાતાવરણમા ઠંડક થતા શિયાળો અને ચોમાસા એમ બેવડી સીઝનનો અનુભવ

દાહોદ જીલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ યથાવત: ઝરમરિયા વરસાદ તેમજ શીત લહેરના પગલે હિલ સ્ટેશન જેવો માહોલ જામ્યો..

 

દાહોદ તા.૦૨

દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ અને માવઠાને પગલે વાતાવરણમાં અસહ્ય ઠંડક પ્રસરી જવા પામી હતી. લોકોને સ્વેટર પહેરવું કે, રેઈનકોટ તે પણ બાબતે પણ મુંઝવણમાં મુકાયા હતાં. લોકો વહેલી સવારથી બપોર સુધી અને સાંજ સુધી તાપણાનો સહારો લેતાં પણ જાેવા મળ્યાં હતાં બીજી તરફ શીયાળા પાકને નુકસના થવાની ભીતીને પગલે ખેડુત મિત્રોમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે.

 

દાહોદ જિલ્લામાં બેવડી ઋતુને પગલે લોકો કડકડતી ઠંડીમાં ઠુઠવાતાં જાેવા મળી રહ્યાં છે. સતત બે દિવસથી દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે માવઠાએ પોતાનું સામ્રાજ્ય જમાવી રાખ્યું હતું. વહેલી સવારથી મેઘરાજાએ પવનના સુસવાટા સાથે એન્ટ્રી કરતાં લોકો કડકડતી ઠંડીમાં વરસાદની સાથે સાથે અને પવનના સુસવાટા સાતે ધ્રુજી ઉઠ્યાં હતાં. બજારોમાં ગરમ કપડાની દુકનોમાં પણ લોકો ગરમ કપડાં ખરીદવા ઉમટી પડ્યાં હતાં. ખાસ કરીને ખેડુત મિત્રોમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. શિયાળા પાકમાં ઘઉં, ચણા, કપાસ, સોયાબીન, સાળ જેવા વાવેતરને કમોસમી વરસાદ અને માવઠાને પગલે નુકસાન થવાની પણ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. લોકો વહેલી સવારથી મોડી સાંજ સુધી ગરમ કપડા અને રેઈનકોટમાં જાેવા મળી રહ્યાં છે. આખો દિવસ તાપણાનો પણ સહારો લેતાં જાેવા મળ્યાં હતાં.

 

——————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!