Saturday, 07/09/2024
Dark Mode

સ્માર્ટ સિટી દાહોદમાં વાહન ચાલકો સાવધાન..!! ટ્રાફિકથી ધમધમતા સ્માર્ટરોડ પર માનવ સર્જીત ખાડો મોત નોતરી શકે છે..

July 27, 2024
        945
સ્માર્ટ સિટી દાહોદમાં વાહન ચાલકો સાવધાન..!!  ટ્રાફિકથી ધમધમતા સ્માર્ટરોડ પર માનવ સર્જીત ખાડો મોત નોતરી શકે છે..

રાજેશ વસાવે :- દાહોદ 

સ્માર્ટ સિટી દાહોદમાં વાહન ચાલકો સાવધાન..!!

ટ્રાફિકથી ધમધમતા સ્માર્ટરોડ પર માનવ સર્જીત ખાડો મોત નોતરી શકે છે..

દાહોદ તા.27

સ્માર્ટ સિટી દાહોદમાં વાહન ચાલકો સાવધાન..!! ટ્રાફિકથી ધમધમતા સ્માર્ટરોડ પર માનવ સર્જીત ખાડો મોત નોતરી શકે છે.. સ્માર્ટ સિટી દાહોદમાં વાહન ચાલકો સાવધાન..!! ટ્રાફિકથી ધમધમતા સ્માર્ટરોડ પર માનવ સર્જીત ખાડો મોત નોતરી શકે છે..

સ્માર્ટ સિટી દાહોદમાં 24 કલાક ટ્રાફિકથી ધમધમતા અને તાજેતરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સ્માર્ટ રોડ તરીકે જાહેર કરાયેલા સ્ટેશન રોડ વિસ્તારમાં ચોકપ થયેલી ગટરના પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલા ખાડામાં જોખમી રીતે ઉભા સળિયાઓ હાલ ચોમાસાની ઋતુ દરમિયાન અત્રેથી પસાર થતા વાહન ચાલકો માટે મોત નોતરી શકે છે. વરસાદી માહોલમાં કોઈ વાહન સ્લીપ મારે તો તીરની જેમ ઊભા જોવાતા આ સળિયાઓ વાહન ચાલકોના પેટમાં ખૂપી શકે તેમ નરી આંખે જોવાઈ રહ્યા છે. આ ખાડો ખોદિયાના બે અઠવાડિયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા વાહન ચાલકો માટે આ બંને ખાડાઓ જોખમી પુરવાર થાય તેમ છે. અધૂરામાં પૂરૂ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપની તેમજ નગરપાલિકા વચ્ચે તાલમેલના અભાવે આ સ્થળ ઉપર કોઈ કામગીરી થવા પામી નથી. જેના પગલે માર્ચેટી દાહોદમાં સ્માર્ટ સુવિધા ઝંખતા દાહોદવાસીઓ માટે સ્માર્ટ સિટી અભિશાપ રૂપ સાબિત થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા ભૂગર્ભ ગટર ઉમરાતા સ્ટેશન રોડ પર સતત ત્રણ દિવસ સુધી ગટરના ગંદા પાણી રોડ ઉપર રેલાતા સાદો કિચડનો સામ્રાજ્ય ઊભું થયું હતું. ત્યારબાદ નગરપાલિકાએ ચોકપ થયેલી ગટરને ખુલ્લી કરવા માટે જેસીબી દ્વારા પ્રયાસો કર્યા હતા.

સ્માર્ટ સિટી દાહોદમાં વાહન ચાલકો સાવધાન..!! ટ્રાફિકથી ધમધમતા સ્માર્ટરોડ પર માનવ સર્જીત ખાડો મોત નોતરી શકે છે..

સ્માર્ટ રોડ બનાવતી કંપનીએ ઓપન ગટરના નાણાને વ્યવસ્થિત રીતે ન બનાવતા આ સમસ્યા ઉદભવી પાલિકાના કર્મચારીઓ તેમજ સુધારી સભ્યોએ 17 કલાકની જહેમત બાદ બંને બાજુ ખાડા ખોદી પાણીનો નિકાલ કર્યો હતો. ત્યારબાદ આજ દિન સુધી નગરપાલિકા કે સ્માર્ટ સિટી કંપની દ્વારા આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ચોકઅપ ન થાય તે માટે યોગ્ય કામગીરી કરવાની બદલે આ ખાડાને ખુલ્લું મૂકી દીધું હતું. જે હવે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. અહીંયા નોંધનીય બાબતે છે

સ્માર્ટ સિટી દાહોદમાં વાહન ચાલકો સાવધાન..!! ટ્રાફિકથી ધમધમતા સ્માર્ટરોડ પર માનવ સર્જીત ખાડો મોત નોતરી શકે છે..

કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશનમાં દેશભરમાંથી એકમાત્ર દાહોદ નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના પાછળનું હેતુ એ હતો કે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદની વિશ્વ ફલક પર નામના થાય. સાથે સાથે આ વિસ્તારમાં નવા નવા ઉદ્યોગો તેમજ અન્ય સુવિધા ઉભી થવાથી ટ્રાઇબલ વિસ્તાર પણ વિકાસની મુખ્ય હરોળમાં આવે તે હેતુથી દાહોદનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સ્માર્ટ સિટી દાહોદમાં વાહન ચાલકો સાવધાન..!! ટ્રાફિકથી ધમધમતા સ્માર્ટરોડ પર માનવ સર્જીત ખાડો મોત નોતરી શકે છે..

પરંતુ સુવિધાના નામે અસુવિધા ભોગવનાર દાહોદવાસીઓ માટે સ્માર્ટ સિટી મિશન અભિશાપરૂપ સાબિત થઈ રહ્યું હોય તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!