Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી ટુ-ફોર વ્હીલર વાહનોનો ખડકલો:એસ.ટી ચાલકો સહિત મુસાફર જનતા પરેશાન

July 23, 2024
        933
ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી ટુ-ફોર વ્હીલર વાહનોનો ખડકલો:એસ.ટી ચાલકો સહિત મુસાફર જનતા પરેશાન

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી ટુ-ફોર વ્હીલર વાહનોનો ખડકલો:એસ.ટી ચાલકો સહિત મુસાફર જનતા પરેશાન

સુખસર બસ સ્ટેશન સામે તથા આસપાસમાં સેંકડો વાહનો પાર્ક કરી કલાકો સુધી જાહેર જગ્યાને બાનમાં લેવામાં આવે છે

એસ.ટી બસો માર્ગ ઉપર ઉભી રાખવામાં ચાલકો મજબૂર,જ્યારે મુસાફરોને ઉભા રહેવાની જગ્યા પણ મળતી નથી

સુખસર,તા.23

ફતેપુરા તાલુકાનું સુખસર ગામ દિન પ્રતિ દિન વિકાસના ક્ષેત્રે આગળ ધપી રહ્યું છે.તેમજ આસપાસના 45 જેટલા ગામડાઓની પ્રજાનો આર્થિક અને વ્યાપાર ક્ષેત્રે વ્યવહાર ચાલે છે. જેથી દિવસે હજારો લોકો અવર જવર રહે છે.તેમજ ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર આવેલ સુખસર ગામમાં અનેક લાંબા રૂટની એસ.ટી બસોની અવર-જવર કરે છે. ત્યારે સુખસર ગામને માત્ર પીકઅપ સ્ટેન્ડ આપવામાં આવેલું છે.અને અધૂરામાં પૂરું આ પિકઅપ સ્ટેન્ડ સામે તથા આસપાસમાં ખાનગી ટુ-ફોર વ્હીલર વાહનો પાર્ક કરી રાખવામાં આવતા એસ.ટી ચાલકો સહિત મુસાફર જનતાને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.

         પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાનુ સુખસર ગામ આર્થિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે.તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહિત તમામ પ્રકારની સુખસર ગામમાં સેવા મળી રહે છે.જેથી સ્થાનિક લોકોને અન્ય શહેર બજારમાં જવાની ખાસ કરીને જરૂરત પડતી નથી.અને સુખસરમાં દિવસે હજારો મુસાફર લોકો અવર-જવર કરી રહ્યા છે.તેમજ બહારગામથી અવર-જવર કરતા લોકોથી બસ સ્ટેશન વિસ્તાર દિવસ દરમ્યાન ભરચક રહે છે.તેમજ રાત્રિના સમયે પણ બહારગામ થી આવતી પ્રજા જોવા મળે છે.જ્યારે સુખસર બસ સ્ટેશનને એકમાત્ર પિકઅપ સ્ટેન્ડ આપવામાં આવેલ છે.અને આ પીકઅપ બસ સ્ટેન્ડની આગળ તથા આસપાસમાં ખાનગી ટુ-ફોર વ્હીલર વાહન ચાલકો દ્વારા પોતાના વાહનોને આડેધડ પાર્ક કરી બસ સ્ટેશન વિસ્તારને બાનમાં લેવામાં આવતું હોવાનું જોવા મળે છે. ત્યારે બસની રાહ જોતા મુસાફર જનતાને એસ.ટી બસની રાહ જોવા રોડ ઉપર ઉભું રહેવાની ફરજ પડે છે. તેમજ એસ.ટી બસોના ચાલકો પણ એસ.ટી બસને માર્ગ ઉપર ઉભી રાખી પેસેન્જરોને ઉતારવા તથા બેસાડવા માટે મજબૂર બની રહ્યા છે.જોકે બસ સ્ટેશન વિસ્તારમાં આડેધડ ખાનગી વાહનો પાર્ક કરવામાં આવતા ક્યારેક મોટી જાનહાની થવાનો ભય સેવાઈ રહ્યો છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા સત્વરે ધ્યાન આપી આવનાર સમયમા મોટી જાનહાની ટાળવા કુંભકર્ણની નિંદ્રા માંથી જાગે તેવી એસ.ટી બસ ચાલકો સહિત મુસાફર જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!