Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લાની સબ જેલ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો સાઈ નર્સિંગ કોલેજ બલૈયા ખાતે અભ્યાસ કરતી નર્સિંગ સ્ટુડન્ટને એચઆઇવી એઇડ્સ વિશે માહિતગાર કરાયા

July 22, 2024
        870
દાહોદ જિલ્લાની સબ જેલ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો  સાઈ નર્સિંગ કોલેજ બલૈયા ખાતે અભ્યાસ કરતી નર્સિંગ સ્ટુડન્ટને એચઆઇવી એઇડ્સ વિશે માહિતગાર કરાયા

બાબુ સોલંકી :- સુખસર 

દાહોદ જિલ્લાની સબ જેલ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

સાઈ નર્સિંગ કોલેજ બલૈયા ખાતે અભ્યાસ કરતી નર્સિંગ સ્ટુડન્ટને એચઆઇવી એઇડ્સ વિશે માહિતગાર કરાયા

સુખસર,તા.22

દાહોદ જિલ્લાની સબ જેલ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો સાઈ નર્સિંગ કોલેજ બલૈયા ખાતે અભ્યાસ કરતી નર્સિંગ સ્ટુડન્ટને એચઆઇવી એઇડ્સ વિશે માહિતગાર કરાયા

    જિલ્લા ક્ષય અને એચ.આઈ.વી અધિકારીશ્રી ડૉ.આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ “વર્લ્ડ હિપેટાઈટીસ દિવસ” ઉજવણીના ભાગ રૂપે દાહોદ સબ જેલ ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટીયાના ડો. ભાર્ગવ,લેબટેકશ્રી ડાપકું સ્ટાફ, TB તથા ICTC ના સ્ટાફ તથા જેલર અને કેદીઓ પણ હાજર રહ્યા હતા.

        આ કેમ્પમાં ડો.ભાર્ગવ દ્વારા હેલ્થ કેમ્પના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપવામાં આવી હતી.તેમજ HI V – TB- હિપેટાઈટીસ B-C વિશે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. જેમાં ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ અને C ફેલાય છે.ટેટૂ અને કાન વિંધવા માટે સ્વચ્છ સાધનો તથા નવી સોય અને શાહીનો ઉપયોગ થાય તે સુનિશ્વિત કરવું,જાગૃત રહેવું અને સુરક્ષિત રહેવા જેવી માહિતી આપવામાં આવી હતી. 

        ઉપરાંત ICTC સ્ટાફ દ્વાર IEC કરી HIV/ટીબી/હિપેટાઇટિસ વિશે માહિતી આપવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલા ચાંદીપુરમ વાઇરસ વિશે નપ ખાસ માહિતગાર કરવામાં આવ્યા હતા.તે અંગેની કરવામાં આવતી જરૂરી સાવચેતી માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. 

        એચ.આઇ.વી/એઇડ્સ કાર્યક્રમ આઈ.સી.ટી.સી સુખસર ખાતે આજરોજ આઈ.સી.ટી.સી કાઉન્સિલર નયનાબેન દરજી તથા લેબ ટેક્નિશ્યન કૌશિકભાઈ સોલંકી દ્વારા સાઈ નર્સિંગ કોલેજ બલૈયા ખાતે એચઆઇવી એઇડ્સ સેમ્ફિલીસ ટીબી એચઆઇવી એઇડ્સ ટીબી એચ.બી.એસ.એ.જી.એસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 250 નર્સિંગ સ્ટુડન્ટ માંથી 97 સ્ટુડન્ટ નાઓએ એચ.આઇ.વી/ એઇડ્સ અને સેમ્ફિલિસ તપાસ પણ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!