Sunday, 08/09/2024
Dark Mode

માખીનો ઉપદ્રવ કેવા પ્રકારના વિસ્તાર કે ઘરોમાં થઈ શકે તે અંગેની જાણકારી સમીક્ષા બેઠક યોજાઇ ચાંદીપુરા વાયરસ અંગે લોકજાગૃતિ માટે જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

July 22, 2024
        850
માખીનો ઉપદ્રવ કેવા પ્રકારના વિસ્તાર કે ઘરોમાં થઈ શકે તે અંગેની જાણકારી સમીક્ષા બેઠક યોજાઇ  ચાંદીપુરા વાયરસ અંગે લોકજાગૃતિ માટે જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

રાજેશ વસાવે :- દાહોદ 

માખીનો ઉપદ્રવ કેવા પ્રકારના વિસ્તાર કે ઘરોમાં થઈ શકે તે અંગેની જાણકારી સમીક્ષા બેઠક યોજાઇ

ચાંદીપુરા વાયરસ અંગે લોકજાગૃતિ માટે જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

તાલુકાના વિવિધ ગામોના નાગરિકોને માહિતગાર કરવા કચેરીના સ્ટાફને માર્ગદર્શન અપાયું

દાહોદ તા. 22

માખીનો ઉપદ્રવ કેવા પ્રકારના વિસ્તાર કે ઘરોમાં થઈ શકે તે અંગેની જાણકારી સમીક્ષા બેઠક યોજાઇ ચાંદીપુરા વાયરસ અંગે લોકજાગૃતિ માટે જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

ચાંદીપુરા વાયરસના લક્ષણો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગુજરાત રાજયના આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર માર્ગદર્શન આપવામાં આવે છે. જે અન્વયે દાહોદ જિલ્લાના જિલ્લા પંચાયત કચેરી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવતની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

સેન્ડ ફ્લાય એક પ્રકારની રેતની માખી છે. માખીનો ઉપદ્રવ કેવા પ્રકારના વિસ્તાર કે ઘરોમાં થઈ શકે તે અંગેની જાણકારી સમીક્ષા બેઠક યોજાઇ હતી. મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસર સુપરવાઇઝરોને માખીનો ઉપદ્રવ કયા પ્રકારનો, કયા વિસ્તાર અને ઘરોમાં થઈ શકે છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. રોગ અટકાયત માટે જિલ્લામાં સતત મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી વાયરસ સંબંધી સંપૂર્ણ માહિતી મળે તે અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવતએ સૂચનો કર્યા હતા.  

સેન્ડફફ્લાય કઈ જગ્યાએ રહે, સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે.સેન્ડફ્લાયની ઉત્પત્તિ સેન્ડફલાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તિરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મુકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.

જેમાં ચાંદીપુરા વાયરસ વિશે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ માહિતી અપાઈ હતી. ૯ માસથી લઇને ૧૪ વર્ષ સુધીના બાળકોને ચાંદીપુરા વાયરસની વધુ અસર કરે છે અને આ વાયરસ સેન્ડ ફ્લાય વાહકથી ફેલાય છે. આ રોગમાં બાળકોને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, બેભાન થવું સહિતના લક્ષણો જોવા મળે છે. આ વાયરસથી બચવા ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવું, શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા ન દેવા અને શરીરે આખા કપડા પહેરવા, સામાન્ય તાવની અસર હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો અને યોગ્ય સારવાર લેવા સહિતની બાબતોથી માહિતગાર કર્યા હતા. વધુમાં તાલુકાકક્ષાએ સઘન સર્વેલન્સ, વેક્ટર કન્ટ્રોલ કામગીરી, ડસ્ટીંગ કામગીરી અને રિપોર્ટીંગ બાબતે વિગતવાર ચર્ચા અને સુચનો આપવામાં આવ્યા હતા.આ પ્રયત્નોના ભાગરૂપે અગમચેતી રાખીને દાહોદ જિલ્લાના જેમાં કાચા મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 

દાહોદ જિલ્લામાં કોઈ પણ બાળકમાં લક્ષણો દેખાતા દર્દીને દવાખાને સારવાર માટે તાત્કાલિક દાખલ કરવા અને લોકોને સાવચેત રહેવા દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ઉદય ટીલાવત દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લાના આરોગ્યના અધિકારી શ્રીઓ, સહિત કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!